આ એડને કારણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન મેથ્યૂ હેડન ભડક્યો છે. હેડને સેહવાગ પર સીધા જ ટ્વિટર પર હુમલો કરતાં લખ્યું કે, ‘એલર્ટ રહો, સેહવાગ બોય, ઓસ્ટ્રેલિયાને ક્યારેય નબળી ન સમજો. યાદ રાખો વર્લ્ડ કપ ટ્રોફીની બેબી સિટિંગ કોણ કરી રહ્યું છે.’
2/3
આ સમગ્ર ભટના બેબી સિટિંગની એ મજાક સાથે છે જે ઓસ્ટ્રોલિયન કેપ્ટન ટિમ પેને ભારતીય વિકેટકીપર રિષભ પંત સાથે કરી હતી. હવે મજાકને લઈને ભારતમાં રમાનારી સીરીઝ માટે માહોલ બનાવવા માટે બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે એક એડ જારી કરી છે જેમાં સેહવાગ ઓસ્ટ્રેલિયાની જર્સી પહેલ બે બાળકોને ખોળામાં ઉઠાવતા આખી ઓસ્ટ્રેલિયાની ટીમને બેબી સિટિંગ કરવાની વાત કહે છે.
3/3
નવી દિલ્હીઃ વીરેન્દ્ર સેહવાગ ફરી ચર્ચામાં છે. નિવૃત્તી લીધા બાદ પણ તે પોતાના રોચક ટ્વીટ્સ દ્વારા ફેન્સનું મનોરંજન કરે છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટી20 અને વનડે સીરીઝ શરૂ થવાની છે. આ પહેલા સીરીઝને લઈને વીરેન્દ્ર સેહવાગ એક એડમાં જોવા મળ્યા છે જેમાં તે બાળકોનું બેબીસિટિંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થયો છે. જોકે તેને લઈને ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ વિરોધ નોંધાવ્યો છે.