શોધખોળ કરો
Advertisement
IND v SA LIVE : દક્ષિણ આફ્રિકા 200 રનને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલર્સને હંફાવ્યા
દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસના અંતે 3 વિકેટે 36 રન કર્યા હતા. એડન માર્કરામ, ડિન એલ્ગર અને ટેમ્બા બાવુમા સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા.
પુણેઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચના ત્રીજો દિવસ છે. હાલ સાઉથ આફ્રિકાનો સ્કોર 8 વિકેટના નુકસાન પર 203 રન છે. ફિલાન્ડર 24 અને કેશવ મહારાજ 26 રને રમતમાં છે. મુથુસ્વામી 7 રન બનાવી જાડેજાની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. ડુપ્લેસિસ 64 રન બનાવી અશ્વિનની ઓવરમાં આઉટ થતાં ભારતને આઠમી સફળતા મળી હતી.
બીજા સત્રમાં પૂંછડિયા બેટ્સમેનોએ ફરી હંફાવ્યા
લંચ બ્રેકથી ટી બ્રેકની રમતમાં સાઉથ આફ્રિકાએ 61 રન ઉમેરી 2 વિકેટ ગુમાવી હતી. આઠમી વિકેટ 59મી ઓવરમાં પડી ગઈ હોવા છતાં 77 મી ઓવર સુધી ભારત વિકેટ પાડી શક્યું નહોતું અને ટી બ્રેક જાહેર કરાયો હતો. ગત મેચની જેમ આ વખતે પણ ભારતને પૂંછડીયા બેટ્સમેન હંફાવી ગયા હતા.
ત્રીજા દિવસે પ્રથમ સત્રમાં આફ્રિકાએ 100 રન કરી 3 વિકેટ ગુમાવી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસ લંચ બ્રેક સુધીની રમતમાં દક્ષિણ આફ્રિકાએ 100 રન કરી 3 વિકેટ ગુમાવી હતી. ત્રીજા દિવસની રમત શરૂ થયાની ત્રીજી જ ઓવરમાં શમીએ ભારતને ચોથી સફળતા અપાવી હતી. નાઇટ વોચમેન નોર્ટજે 3 રન બનાવી કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. જે પછી થોડી જ ઓવરોમાં બ્રુયાન 30 રન બનાવી ઉમેશ યાદવની ઓવરમાં આઉટ થતાં ભારતને પાંચમી સફળતા મળી હતી. ડી કોકને 31 રને બોલ્ડ કરી અશ્વિને ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી.☕ Tea time in Pune!
South Africa score 61 runs for loss of two wickets in the second session. Philander and Maharaj are fighting hard, but the visitors are still 204 runs away from avoiding the follow-on. Follow #INDvSA LIVE ▶️ https://t.co/MO1tirNpXK pic.twitter.com/bZcKPSTnTR — ICC (@ICC) October 12, 2019
બીજા દિવસને અંતે આફ્રિકાએ ગુમાવી 3 વિકેટ દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસના અંતે 3 વિકેટે 36 રન કર્યા હતા. એડન માર્કરામ, ડિન એલ્ગર અને ટેમ્બા બાવુમા સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. નાઈટ વોચમેન એનરિચ મ અને બ્રૂઇન ક્રિઝ પર ઉભા હતા. ભારત માટે ઉમેશ યાદવે 2 અને મોહમ્મદ શમીએ 1 વિકેટ લીધી હતી. ભારતે 601/5 પર દાવ કર્યો ડિકલેર ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં પુણે ખાતે 601/5 દાવ ડિક્લેર કર્યો હતો. ભારત માટે કપ્તાન વિરાટ કોહલીએ સાતમી બેવડી સદી ફટકારતાં 254* રન કર્યા હતા. તે સિવાય ઓપનર મયંક અગ્રવાલે 108 રન કર્યા હતા. જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 91 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. કોહલીએ ટેસ્ટમાં પોતાનો સર્વાધિક સ્કોર નોંધાવ્યો હતો. દક્ષિણ આફ્રિકા માટે કગીસો રબાડાએ 3 વિકેટ, જ્યારે કેશવ મહારાજ અને એસ મુથુસામીએ 1-1 વિકેટ લીધી હતી. કોહલીની કપ્તાનીમાં ભારતે 10મી વાર 600થી વધુ રન કર્યા છે. ધોનીને લઈ થયો મોટો ખુલાસો, આ કારણે નથી લઈ રહ્યો નિવૃત્તિ ? જાણો વિગત બેડરૂમમાં દિયર અને ભાભી માણતા હતાં સેક્સ અને અચાનક પતિ રૂમમાં આવી પહોંચ્યો પછી શું થયું? જાણો વિગત રાજ્યના CNG ચાલકો આનંદો, લાંબીલાઈનમાં ઉભા રહેવાથી મળશે મુક્તિ, વધુ 214 CNG સ્ટેશન્સ થશે શરૂLunch on Day 3 of the 2nd Test. #TeamIndia bowlers pick three wickets in the 1st session.
South Africa 136/6, trail India 601/5d by 465 runs. pic.twitter.com/gN5SIi8C1b — BCCI (@BCCI) October 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion