શોધખોળ કરો
Advertisement
IPLની કોમેન્ટ્રી ટીમથી અલગ થયો આ પૂર્વ ક્રિકેટર, સામે આવ્યું આ કારણ
પીટરસને ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી. તેણે લખ્યું, મેં આઈપીએલ છોડી છે. કારણકે હું મારા બાળકો સાથે ઘરે રહેવા માંગુ છું.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન કેવિટ પીટરસને પોતાના બાળકો સાથે સમય વીતાવવા માટે આઈપીએલ-13ની કોમેન્ટ્રી ટીમ છોડવાનો ફેંસલો લીધો છે. તે યુએઈ છોડીને સ્વદેશ રવાના થઈ ચુક્યો છે. 40 વર્ષીય પીટસને કહ્યું, બાળકો સાથે સમય વીતાવવા કોમેન્ટ્રી ટીમ છોડી છે.
પીટરસને ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી. તેણે લખ્યું, મેં આઈપીએલ છોડી છે. કારણકે હું મારા બાળકો સાથે ઘરે રહેવા માંગુ છું. આ વર્ષ જરા વિચિત્ર રહ્યું છે, હવે તેઓ સ્કૂલે નથી જઈ રહ્યા. હું તેમની સાથે સમગ્ર દિવસ રહેવા માંગુ છું.
પીટસને આઈપીએલ 2020 પર પોતાના બ્લોગના માધ્યમથી વિચાર વ્યક્ત કરતાં લખ્યું, ફાસ્ટ બોલિંગને જોઈ ઘણો ખુશ છું. ખેલાડીઓ કેટલા દૂર સુધી બોલને મારી શકે છે તે જોવાની મજા આવે છે. બોલર્સ પણ શાનદાર દેખાવ કરી રહ્યા છે.
તેણે લખ્યું કે, આઈપીએલ ત્રિકોણીય જંગ થઈ શખકે છે. કારણકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સારો દેખાવ કરી રહી છે. પીટરસને તાજેતરમાં જ કોહલીના ફેંસલાની આલોચના કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement