શોધખોળ કરો

CSKએ રૈના-ડુપ્લેસીસ-બ્રાવો જેવા સ્ટારને પડતા મૂકી આ બે નવા ચહેરાને કરોડો આપીને કર્યા રીટેન, જાણો વિગત

ચેન્નાઈ સુપર કિંગ્સે આશ્ચર્યજનક રીતે સુરેશ રૈના, ફેફ ડુ પ્લેસીસ, સેમ કરન, ડેરેન બ્રાવો, હેઝલવૂડ, અંબાતી  રાયડુ, સાન્ટનર, એનગીડી, દીપક ચાહર,  તાહીર જેવા સ્ટાર મનાતા ખેલાડીઓને પડતા મૂક્યા છે

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેગા હરાજી પહેલાં દરેક ટીમે પોતે રીટેન કરેલા ખેલાડીઓની યાદી જહેર કરી છે. આ યાદીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે આશ્ચર્યજનક રીતે સુરેશ રૈના, ફેફ ડુ પ્લેસીસ, સેમ કરન, ડેરેન બ્રાવો, હેઝલવૂડ, અંબાતી  રાયડુ, સાન્ટનર, એનગીડી, દીપક ચાહર,  તાહીર જેવા સ્ટાર મનાતા ખેલાડીઓને પડતા મૂક્યા છે. તેના બદલે તેમણે મોઈન અલી અને ઋતુરાજ ગાયકવાડને રીટન કર્યા છે.

ચેન્નાઈ સુપર કિગ્સે રવિન્દ્ર જાડેજાને ફર્સ્ટ પ્લેયર તરીકે રૂપિયા 16 કરોડમાં રિટેન કર્યો હતો. મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે પહેલેથી જોડાયેલો હોવાથી તેને ટીમ ફર્સ્ટ પ્લેયર તરીકે રૂપિયા 16 કરોડમાં રિટેન કરશે એવું મનાતું હતું પણ તેના બદલે જાડેજાને ફર્સ્ટ પ્લેયર તરીકે રૂપિયા 16 કરોડમાં રિટેન કરાયો છે.  

ટીમે ધોનીને પણ રીટેન કર્યો છે પણ ધોની બીજા પ્લેયર તરીકે રૂપિયા 12 કરોડમાં રિટેન થયો હતો. મોઈન અલીને 8 કરોડ રૂપિયામાં અને ઋતુરાજ ગાયકવાડને પણ 6 કરોડ રૂપિયા આપીને રીટેન કરાયા છે.

ચેન્નાઈએ રૈનાની સાથે ડુ પ્લેસીસ, સેમ કરન, બ્રાવો, હેઝલવૂડ, રાયડુ, સાન્ટનર, એનગીડી, દીપક ચાહર અને તાહીરને પડતા મૂક્યા હતા. જે હવે અન્ય બે ટીમો સમક્ષ પસંદગી માટે મુકાશે અને જેમની પસંદગી નહી થાય તે હરાજીમાં જશે.

આઈપીએલમાં મંગળવારે સાંજે ખેલાડીઓ રીટેન કરવાની  મુદત પૂરી થતાં  હવે રિટેન થયેલા અને પડતા મૂકાયેલા ખેલાડીઓની પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. 

ઋતુરાજ ગાયકવાડ બન્યો ટૉપ બેટ્સમેન
ઋતુરાજ ગાયકવાડની વાત કરીએ ધોનીએ તેને શેન વૉટસનના સન્યાસ બાદ ઓપનરની જવાબદારી સોંપી હતી. આ યુવા બેટ્સમેને મોકો મળતાં જ ખતરનાક બેટિંગ કરવાનુ શરૂ કરી દીધુ અને ઓરેન્જ કેપ પોતાના નામ કરી લીધી હતી. ઋતુરાજે 16 મેચમાં 1 સદી અને 5 ફિફ્ટી સાથે 635 રન બનાવીને ધમાલ મચાવી દીધી હતી. ઋતુરાજ ભારતીય અનકેપ્ડ ક્રિકેટર છે. 

મોઇન અલીએ આઇપીએલ 2021માં બતાવ્યો હતો દમ
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીએ આઇપીએલની સિઝન 2021માં જબરદસ્ત ફોર્મ બતાવ્યુ, મોઇન અલીને ચેન્નાઇની ટીમે 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, અને તેને 15 મેચમાં 357 રન બનાવીને સીએસકેને મીડલ ઓર્ડરમાં મજબૂતાઇ પુરી પાડી હતી. જેમાં બે ફિફ્ટી પણ સામેલ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget