IPL 2025ના ઓક્શન અગાઉ BCCIની મોટી કાર્યવાહી, બે ખેલાડીઓ પર મુક્યો પ્રતિબંધ
આ તમામ 5 ખેલાડીઓ મેગા ઓક્શનનો હિસ્સો છે, તેથી આ ખેલાડીઓને હરાજી પહેલા મોટો આંચકો લાગ્યો છે
IPL 2025ની મેગા ઓક્શન પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મોટી કાર્યવાહી કરી છે. BCCIએ શંકાસ્પદ એક્શનવાળા બોલરોની યાદી જાહેર કરી છે. જે અંતર્ગત ખેલાડીઓ પર બોલિંગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ ત્રણ ખેલાડીઓ પર પ્રતિબંધનો ખતરો છે. એટલે કે BCCI આ બોલરોની બોલિંગ એક્શન પર ખાસ નજર રાખશે અને જો શંકાસ્પદ એક્શન જણાશે તો તેમના પર પણ પ્રતિબંધ લગાવી શકે છે. આશ્ચર્યની વાત એ છે કે આ તમામ 5 ખેલાડીઓ મેગા ઓક્શનનો હિસ્સો છે, તેથી આ ખેલાડીઓને હરાજી પહેલા મોટો આંચકો લાગ્યો છે.
આ ખેલાડીઓ સામે BCCIની મોટી કાર્યવાહી
રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમી ચૂકેલા મનીષ પાંડેની બોલિંગ એક્શન શંકાસ્પદ જોવા મળી છે. આવી સ્થિતિમાં મનીષ પાંડે પર બોલિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શ્રીજીત કૃષ્ણન પણ હવે બોલિંગ કરી શકશે નહીં, તેના પર પણ BCCI દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બંને ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનનો ભાગ છે. આ બંને ખેલાડીઓની બોલિંગ એક્શન પર પણ પહેલા પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને બીસીસીઆઈ દ્વારા શ્રીજીત કૃષ્ણન પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો.
બીજી તરફ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દીપક હુડ્ડા, સૌરભ દુબે અને કેસી કરિઅપ્પાને શંકાસ્પદ એક્શનની યાદીમાં મુકવામાં આવ્યા છે એટલે કે આ ખેલાડીઓ પર હાલમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી, પરંતુ આ ખેલાડીઓ પર પ્રતિબંધનો ખતરો છે. દીપક હુડ્ડા બેટ્સમેનની સાથે ઓફ સ્પિનર પણ છે. તે એવા ખેલાડીઓમાંથી એક છે જેની મેગા ઓક્શનમાં ડિમાન્ડ રહેશે પરંતુ હરાજી પહેલા તેને મોટો ફટકો પડ્યો છે, જેના કારણે તેને હરાજીમાં નુકસાન થઈ શકે છે.
દીપક હુડ્ડાએ IPL 2025ની મેગા ઓક્શનમાં પોતાની બેઝ પ્રાઈસ 75 લાખ રૂપિયા રાખી છે. તે ગત સીઝનમાં લખનઉની ટીમનો ભાગ હતો. મનીષ પાંડેએ પણ તેની બેઝ પ્રાઇસ માત્ર 75 લાખ રૂપિયા રાખી છે. તે અત્યાર સુધી આઈપીએલમાં 7 ટીમો તરફથી રમી ચૂક્યો છે. આ સિવાય શ્રીજીત કૃષ્ણન, સૌરભ દુબે અને કેસી કરિઅપ્પા અનકેપ્ડ ખેલાડીઓ તરીકે આ હરાજીમાં પ્રવેશ કરશે. આ ત્રણેય ખેલાડીઓની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા છે.
IPL Auction 2025: IPL 2025ના મેગા ઓક્શનને લઇને મોટો ફેરફાર, સામે આવ્યું ચોંકાવનારું કારણ