શોધખોળ કરો

IPLમાં BCCIનો 'હુકમ': હવે ગમે તે ખેલાડી મેદાનમાં નહીં ઘૂસી શકે, જાણી લો નવા અને કડક નિયમો

16 ખેલાડીઓની લિસ્ટ બહારના પ્લેયર્સ ડ્રિંક્સ બ્રેકમાં પણ મેદાનમાં નહીં જઈ શકે; બાઉન્ડ્રી પાસે બિબ્સ પહેરીને આંટાફેરા કરવા પર પણ મુકાયો મોટો પ્રતિબંધ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • BCCI એ IPLમાં શિસ્ત માટે નવા નિયમો લાગુ કર્યા.
  • માત્ર 16 ખેલાડીઓ જ મેદાનમાં પ્રવેશ મેળવી શકશે.
  • ડગઆઉટમાં 5 થી વધુ બિબ્સ પહેરેલા ખેલાડીઓ નહીં.
  • અમ્પાયરની મંજૂરી વિના ડ્રિંક્સ મેદાનમાં નહીં લઈ જવાય.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની મેચો દરમિયાન મેદાન પર રમતની શિસ્ત જાળવી રાખવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કેટલાક નવા અને આકરા નિયમો લાગુ કર્યા છે. આ નવા નિયમો ખાસ કરીને એવા ખેલાડીઓ માટે છે જેઓ પ્લેઇંગ ઇલેવનની બહાર છે અને બેન્ચ પર બેઠા હોય છે. BCCI એ સ્પષ્ટ કરી દીધું છે કે મેચ શરૂ થતા પહેલા ટીમ મેનેજમેન્ટ દ્વારા જે 16 ખેલાડીઓની લિસ્ટ આપવામાં આવે છે, માત્ર એ જ ખેલાડીઓને મેદાનમાં પ્રવેશવાની મંજૂરી મળશે. આ સિવાયના કોઈપણ ખેલાડી પર મેદાનમાં જવા અને બાઉન્ડ્રી પાસે ઊભા રહેવા પર સખત પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, હવેથી મેચ દરમિયાન ડગઆઉટમાં બેઠેલા વધારાના ખેલાડીઓ મનફાવે ત્યારે મેદાનમાં નહીં જઈ શકે. ભલે ડ્રિંક્સ બ્રેક ચાલતો હોય, બેટિંગ કરી રહેલા ખેલાડીને કોઈ મેસેજ આપવાનો હોય કે પછી સાધનો પહોંચાડવાના હોય, 16 ખેલાડીઓની લિસ્ટમાં જેનું નામ નથી તેવો કોઈ પણ ખેલાડી મેદાનની અંદર પગ મૂકી શકશે નહીં. BCCI અને IPL મેનેજમેન્ટે તમામ ટીમોના મેનેજરોને આ કડક નિયમોનું પાલન કરવાની ખાસ સૂચના આપી દીધી છે.

આ ઉપરાંત, ડગઆઉટ અને બાઉન્ડ્રી લાઈનને લઈને પણ કેટલાક નવા નિયમો જારી કરાયા છે. તમે ઘણીવાર જોયું હશે કે ડગઆઉટમાં ખેલાડીઓ પીળા કે લીલા રંગની સ્લીવલેસ જર્સી (જેને બિબ્સ કહેવાય છે) પહેરીને બેઠા હોય છે. નવા નિયમ પ્રમાણે, હવેથી બાઉન્ડ્રીની આસપાસ આવા બિબ્સ પહેરેલા 5 થી વધુ ખેલાડીઓને બેસવા કે ઊભા રહેવાની બિલકુલ મંજૂરી મળશે નહીં. આ 5 ખેલાડીઓ પણ તે જ હોવા જોઈએ જેઓ અગાઉથી નક્કી કરાયેલી ટીમ લિસ્ટનો હિસ્સો હોય. 16 સભ્યોની ટીમ શીટમાં જેનું નામ નથી, તેમને બાઉન્ડ્રી લાઇન કે LED બોર્ડની આસપાસ ફરવાની સખત મનાઈ છે.

મેચ દરમિયાન સમયનો બગાડ અટકાવવા માટે ડ્રિંક્સ બ્રેકના નિયમો પણ બદલાયા છે. પ્લેઇંગ કન્ડિશનના કલમ 11.5.2 મુજબ, હવે મેદાન પર અમ્પાયરની મંજૂરી વગર કોઈ પણ પીણાં (ડ્રિંક્સ) લઈ જઈ શકાશે નહીં. જો મેચ ચાલુ હોય અને ખેલાડીને પાણી જોઈતું હોય, તો તે બાઉન્ડ્રી પાસે ઊભો હોય ત્યારે જ તેને ડ્રિંક્સ આપી શકાશે અથવા તો જ્યારે કોઈ વિકેટ પડે ત્યારે જ ડ્રિંક્સ મેદાનમાં લઈ જઈ શકાશે. જે પણ ખેલાડી મેદાન પર ડ્રિંક્સ લઈને જાય, તેણે પોતાની ટીમનો સત્તાવાર યુનિફોર્મ પહેરેલો હોવો ફરજિયાત છે. ટીમ મેનેજમેન્ટે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે ડ્રિંક્સ આપવાના બહાને રમતનો કિંમતી સમય બગડે નહીં.

Frequently Asked Questions

IPL મેચ દરમિયાન મેદાનમાં કોણ પ્રવેશી શકે છે?

માત્ર ટીમના મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલી 16 ખેલાડીઓની લિસ્ટમાં સામેલ ખેલાડીઓ જ મેદાનમાં પ્રવેશ કરી શકે છે. આ સિવાયના ખેલાડીઓ પર પ્રતિબંધ છે.

ડગઆઉટમાંથી ખેલાડીઓ મેદાનમાં શું સંદેશા લઈ જઈ શકે છે?

16 ખેલાડીઓની લિસ્ટમાં ન હોય તેવા કોઈપણ ખેલાડીને મેદાનમાં જવાની મંજૂરી નથી, ભલે તે ડ્રિંક્સ બ્રેક હોય, મેસેજ આપવાનો હોય કે સાધનો પહોંચાડવાના હોય.

બાઉન્ડ્રી પાસે કેટલા વધારાના ખેલાડીઓ બેસી શકે છે?

બાઉન્ડ્રીની આસપાસ બિબ્સ પહેરેલા 5 થી વધુ ખેલાડીઓને બેસવાની કે ઊભા રહેવાની મંજૂરી નથી. આ ખેલાડીઓ પણ નિયત ટીમ લિસ્ટનો હિસ્સો હોવા જોઈએ.

મેચ દરમિયાન ડ્રિંક્સ ક્યારે લઈ જઈ શકાય છે?

ડ્રિંક્સ ફક્ત અમ્પાયરની મંજૂરી પછી જ લઈ જઈ શકાય છે, જ્યારે વિકેટ પડે ત્યારે અથવા ખેલાડી બાઉન્ડ્રી પાસે ઊભો હોય ત્યારે.

ટોપ સ્ટોરી

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget