CSK vs KKR: કોલકત્તા નાઇટ રાઇડર્સે ચેન્નાઇ સુપર કિંગ્સને આઇપીએલની પહેલી મેચમાં જબરદસ્ત રીતે હાર આપી. ચેન્નાઇની હાર છતાં વેસ્ટ ઇન્ડિઝ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ડ્વેન બ્રાવો આઇપીએલ ઇતિહાસમાં સૌથી વધુ વિકેટો લેવાના મામલામાં ટૉપ પર પહોંચી ગયો છે. તેને આ મામલામાં લસિથ મલિંગાની બરાબરી કરી લીધી છે. ડ્વેન બ્રાવોએ કેકેઆર વિરુદ્ધ રમાયેલી મેચમાં 3 મુખ્ય વિકેટો ઝડપી હતી.  


મુંબઇમાં રમાયેલી આઇપીએલ 2022ની પહેલી મેચમાં ચેન્નાઇને કેકેઆર સામે હારનો સામનો કરવો પડ્યો, આ મેચમાં ડ્વેન બ્રાવોએ ચેન્નાઇ માટે શાનદાર પ્રદર્શન કર્યુ, તેને બૉલિંગ કરતાં 3 વિકેટો ઝડપી, તેને 4 ઓવરોમનં  20 રન આપ્યા. ડ્વેન બ્રાવોએ આ પરફોર્મન્સના કારણે મલિંગાના રેકોર્ડની બરાબરી કરી લીધી. બ્રાવો આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં મલિંગાની સાથે ટૉપ પર પહોંચી ગયો છે.   


ડ્વેન બ્રાવોએ આઇપીએલ કેરિયરમાં અત્યાર સુધી કુલ 151 મેચો રમી છે, આ દરમિયાન તેને 170 વિકેટો ઝડપી છે, જ્યારે મલિંગાએ 122 મેચોમાં 170 વિકેટો ઝડપી છે. જો મેચના હિસાબે જોઇએ તો મલિંગાને ટૉપ પર માનવામાં આવશે, કેમ કે તેને 170 વિકેટો સુધી પહોંચવા માટે બ્રાવોની સરખામણીમાં ઓછી મેચો રમી છે. 


આઇપીએલમાં સૌથી વધુ વિકેટો -


લસિથ મલિંગા/ડ્વેન બ્રાવો - 170 વિકેટ
અમિત મિશ્રા - 166 વિકેટ
પીયુષ ચાવલા - 157 વિકેટ
હરભજન સિંહ - 150 વિકેટ


આઇપીએલની 15મી સિઝનની પ્રથમ મેચમાં જબરદસ્ત રીતે મુકાબલો જોવા મળ્યો. એકબાજુ રવિન્દ્ર જાડેજાની ચેન્નાઇ સુપર કિંગ્સ હતી, તો બીજીબાજુ શ્રેયસ અય્યરની કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ હતી, બન્ને ટીમો નવો કેપ્ટનો સાથે મેદાનમાં ઉતરી હતી. ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી સીએસકેએ 20 ઓવરોમાં 5 વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યા, આના જવાબમાં કેકેઆરે 18.3 ઓવરોમાં જ મેચ જીતી લીધી. ટીમ માટે અજિંક્યે રહાણેએ 44 રનોની મહત્વની ઇનિંગ રમી. વળી સેમ બિલિંગ્સે પણ 
25 રનોનુ મહત્વનુ યોગદાન આપ્યુ. બૉલિંગમાં ઉમેશ યાદવે કમાલ કર્યો, તેને 4 ઓવરોમાં 20 રન આપીને બે વિકેટો ઝડપી.


આ પણ વાંચો....... 


કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 6 મહિના લંબાવાઈ


Fact Check: મોદી સરકારની આ યોજનામાં મહિલાઓને આપવામાં આવે છે 2 લાખની સહાય, જાણો શું છે વાયરલ મેસેજની હકીકત


આ ભાજપ નેતાએ મદ્રેસાઓ પર પ્રતિબંધ લગાવવાની કરી દીધી વાત


Electric Car: આ વિન્ટેજ લુક વાળી ઈલેક્ટ્રિક કાર છે સસ્તી, અલ્ટો અને બુલેટના સ્પેર પાર્ટ્સમાંથી બની છે


Benefits of Bracelet Wearing: ખૂબ ચમત્કારી છે આ ધાતુનું કડું પહેરવું, પહેરતાં જ માતા લક્ષ્મી બનાવી દે છે કરોડપતિ