David Warner Record Rajasthan Royals vs Delhi Capitals IPL 2022: દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રૉયલ્સને 8 વિકેટથી હરાવી દીધુ. દિલ્હીની આ જીતમાં દિગ્ગજ ઓપનર બેટ્સમેન ડેવિડ વૉર્નરનો મુખ્ય ફાળો રહ્યો. તેને અણનમ ફિફ્ટી ફટકારી. વૉર્નરના અર્ધશતકની મદદથી એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.તે આઇપીએલમાં સૌથી વધુ અણનમ ફિફ્ટી ફટકારવાના મામલામાં ચોથા નંબર પર પહોંચી ગયો છે, તેને સુરેશ રૈનાને પાછળ પાડી દીધો છે. વૉર્નર આ મામલામાં મહેન્દ્ર સિંહ ધોનીને પણ રેકોર્ડ તોડી શકે છે. 


રાજસ્થાન વિરુદ્ધ રમાયેલી મેચમાં  વૉર્નર 41 બૉલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 52 રન બનાવ્યા હતા. આ મામલામાં એબી ડિવિલિયર્સ ટૉપ પર છે. ડિવિલિયર્સે 23 અણનમ ફિફ્ટી ફટકારી છે, જ્યારે શિખર ધવન બીજા નંબર પર છે, ધવને 21 નૉટઆઉટ હાફ સેન્ચૂરી બનાવી છે. ધોની આ મામલામાં ત્રીજા નંબર પર છે. ધોનીએ 20 અણનમ ફિફ્ટી ફટકારી છે.  


RR vs DC: દિલ્હીએ રાજસ્થાનને 8 વિકેટથી હરાવ્યું, વોર્નર અને મિશેલે શાનદાર ઈનિંગ રમી, પ્લેઓફની રેસમાં DC યથાવત
IPL 2022, RR vs DC: મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 58મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી હરાવ્યું હતું. આ સિઝનમાં દિલ્હીની આ છઠ્ઠી જીત છે. આ જીત સાથે દિલ્હીએ તેની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. તે જ સમયે, રાજસ્થાન રોયલ્સની 12 મેચોમાં આ પાંચમી હાર છે.


પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે આર. અશ્વિનની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 160 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સે 18.1 ઓવરમાં સરળતાથી લક્ષ્ય મેળવી લીધો હતો. દિલ્હી તરફથી મિશેલ માર્શે 89 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ દરમિયાન માર્શના બેટમાંથી 5 ચોગ્ગા અને 7 છગ્ગા નીકળ્યા હતા. આ સાથે જ ડેવિડ વોર્નર 52 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.


આ પણ વાંચો......... 


રાજકોટમાં કેજરીવાલની જાહેરસભાઃ સી.આર પાટીલ અને ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર


Income Tax Rules: 20 લાખ રૂપિયા કે તેનાથી વધુ રોકડ જમા કરવા કે ઉપાડવા પર પાન-આધાર કાર્ડ આપવું જરૂરી રહેશે


KGF ફેમ યશના પિતા અત્યારે પણ બસ ચલાવે છે, RRRના ડાયરેક્ટર રાજામૌલીએ કર્યો ખુલાસો


આ દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો, રાષ્ટ્રપ્રમુખે આખા દેશમાં લગાવી દીધું લોકડાઉન


ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો


Bank Rules: બેંકના નિયમોમાં થયો મોટો ફેરફાર, ઉપાડ અને જમા કરાવવા પર આપવો પડશે આ દસ્તાવેજ, નહીં તો નહીં મળે રોકડ!