DC vs CSK Highlights, IPL 2023: દિલ્હી કેપિટલ્સને હરાવી પ્લે ઓફમાં પહોંચી ચેન્નઇ સુપરકિંગ્સ, ગાયકવાડ-કોનવેની શાનદાર બેટિંગ
ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડ્વેન કોનવેએ પ્રથમ વિકેટ માટે 14.2 ઓવરમાં 141 રનની ભાગીદારી કરી હતી.
CSK vs DC Match Report IPL 2023: ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 77 રનથી હરાવ્યું છે. આ જીત બાદ ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. અગાઉ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ સિવાય ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ ક્વોલિફાયર મેચ રમાઈ શકે છે. વાસ્તવમાં ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને મોટા અંતરથી હરાવ્યું છે. હવે લખનઉ સુપર જાયન્ટ્સે તેમની છેલ્લી મેચમાં મોટા અંતરથી જીત મેળવવી પડશે ત્યારે ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર રહી શકે છે.
𝙇𝙚𝙩 𝙩𝙝𝙚 𝙬𝙝𝙞𝙨𝙩𝙡𝙚𝙨 𝙗𝙚𝙜𝙞𝙣 🥳
— IndianPremierLeague (@IPL) May 20, 2023
𝗖𝗛𝗘𝗡𝗡𝗔𝗜 𝗦𝗨𝗣𝗘𝗥 𝗞𝗜𝗡𝗚𝗦 have qualified for the #TATAIPL 2023 Playoffs 💪🏻#DCvCSK | @ChennaiIPL pic.twitter.com/xlSNgjq09B
ડેવિડ વોર્નરની શાનદાર ઇનિંગ
દિલ્હી કેપિટલ્સને મેચ જીતવા માટે 224 રનનો ટાર્ગેટ હતો, પરંતુ 20 ઓવરમાં 9 વિકેટે 146 રન જ બનાવી શકી હતી. જોકે, દિલ્હી કેપિટલ્સ માટે કેપ્ટન ડેવિડ વોર્નરે શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ બીજા બેટ્સમેનોનો સાથ મળ્યો નહોતો. ડેવિડ વોર્નરે 58 બોલમાં 86 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.
A terrific victory in Delhi for the @ChennaiIPL 🙌
— IndianPremierLeague (@IPL) May 20, 2023
They confirm their qualification to the #TATAIPL 2023 Playoffs 😎
Scorecard ▶️ https://t.co/ESWjX1m8WD #TATAIPL | #DCvCSK pic.twitter.com/OOyfgTTqwu
દિલ્હી કેપિટલ્સનો ટોપ ઓર્ડર નિષ્ફળ
આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના 223 રનના જવાબમાં દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર પૃથ્વી શોએ 7 બોલમાં 5 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સના ટોચના ત્રણ બેટ્સમેનો 26 રનમાં પેવેલિયન પરત ફર્યા હતા. દીપક ચહર સૌથી સફળ બોલર હતો. દીપક ચહરે 22 રન આપીને 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા. જ્યારે મતિષા પથિરાના અને મહિષ તિક્ષ્ણાએ 2-2 વિકેટ લીધી હતી. આ ઉપરાંત તુષાર પાંડે અને રવિન્દ્ર જાડેજાને 1-1 સફળતા મળી હતી.
ટોસ જીત્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ શરૂ કરી હતી. ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડ્વેન કોનવેએ પ્રથમ વિકેટ માટે 14.2 ઓવરમાં 141 રન જોડ્યા હતા.
ઋતુરાજ ગાયકવાડ 50 બોલમાં 79 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ સાથે જ ડ્વેન કોનવે સદીથી ચૂકી ગયો હતો. ડ્વેન કોનવેએ 52 બોલમાં 87 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 7 બોલમાં 20 રન ફટકાર્યા હતા. શિવમ દુબેએ 3 બોલમાં 8 રનનું યોગદાન આપ્યું હતું