IPL વચ્ચે ક્રિકેટપ્રેમિઓ માટે ખરાબ સમાચાર, મુંબઈના ક્રિકેટરનું હાર્ટ એટેકથી નિધન
IPL 2022માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ દરમિયાન ક્રિકેટ પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
Rajesh Verma Demise: ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન હાલ ટીમો વચ્ચે ઘમાસાણ યથાવત છે. IPL 2022માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ દરમિયાન ક્રિકેટ પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મુંબઈના પૂર્વ ફાસ્ટ બોલર રાજેશ વર્માનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તમને જણાવી દઈએ કે, રાજેશ વર્મા 2006માં રણજી ટ્રોફી જીતનારી મુંબઈની ટીમના સભ્ય હતા. 40 વર્ષની ટૂંકી વયે રાજેશ વર્માનું અવસાન થયું છે.
મુંબઈના ભૂતપૂર્વ ઝડપી બોલર અને 2006-07 રણજી ટ્રોફીની ટાઈટલ વિજેતા ટીમના સભ્ય ખેલાડી રાજેશ વર્માનું રવિવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. વર્મા માત્ર 40 વર્ષના હતા. મુંબઈના તેમના ભૂતપૂર્વ સાથી ભાવિન ઠક્કરે રાજેશ વર્માના મૃત્યુની પુષ્ટિ કરી છે. રાજેશ વર્માના નિધનથી ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
રાજેશ વર્મા, જેઓ પોતાની કારકિર્દીમાં માત્ર સાત ફર્સ્ટ-ક્લાસ મેચ રમી શક્યા હતા, તે 2006-07માં મુંબઈની રણજી ટ્રોફી ચેમ્પિયન ટીમના મહત્વના ખેલાડી હતા. તેમણે 2002-03માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને છેલ્લે 2008માં બ્રેબોર્ન સ્ટેડિયમમાં પંજાબ સામે મેચ રમ્યા હતા. રાજેશ વર્માએ 7 મેચમાં 23 વિકેટ લીધી હતી. આ સિવાય તેમણે 11 'લિસ્ટ A' મેચમાં 20 વિકેટ લીધી હતી.
આઈપીએલ પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટોચ પર, ઓરેન્જ-પર્પલ કેપ પર રાજસ્થાનનું વર્ચસ્વ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ના પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ ફરી ટોચ પર પહોંચી ગઈ છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાતની ટીમ શાનદાર દેખાવ કરી રહી છે. હાર્દિક પણ બેટથી શાનદાર રમત બતાવી રહ્યો છે.
ગુજરાત ટાઈટન્સ 12 પોઈન્ટ સાથે આઈપીએલ 2022 પોઈન્ટ ટેબલમાં ટોચના ક્રમે છે. ગુજરાતે 7 મેચમાંથી 6 મેચમાં જીત મેળવી છે અને 1માં હાર થઈ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 10-10 પોઇન્ટ છે પરંતુ નેટ રન રેટના આધારે અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા ક્રમે છે. લખનઉ સુપર જાયટન્સ 8 પોઇન્ટ સાથે પાંચમાં ક્રમે છે. દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સના 6-6 પોઇન્ટ છે પણ નેટ રન રેટના આધારે અનુક્રમે છઠ્ઠા, સાતમા અને આઠમા ક્રમે છે. ચેન્નઈ નવમાં અને મુંબઈ ઈન્ડિન્સ 10માં ક્રમે છે.