IPL 2023: ગુજરાત સામે સતત ત્રણ હાર બાદ બેહદ નિરાશા થયા એમએસ ધોની, આ ગણાવ્યું હારનું કારણ
GT vs CSK, MS Dhoni: ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની પહેલી જ મેચમાં ગુજરાત સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ચેન્નાઈનો કેપ્ટન એમએસ ધોની ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો.
GT vs CSK, MS Dhoni: ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની પહેલી જ મેચમાં ગુજરાત સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ચેન્નાઈનો કેપ્ટન એમએસ ધોની ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો.
IPL 2023 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા CSKએ 20 ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા હતા. રનનો પીછો કરતા ગુજરાતે 19.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ મેચ દ્વારા CSKને ગુજરાત સામે સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ચેન્નાઈનો કેપ્ટન કૂલ એમએસ ધોની ઘણો નિરાશ દેખાયો અને તેણે મેચ બાદ આ હારનું સાચું કારણ જણાવ્યું.
ધોનીએ હારનું કારણ જણાવ્યું
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ બાદ કહ્યું, “અમને ખબર હતી કે ત્યાં ઝાકળ પડશે. અમે બેટિંથી થોડું સારું કરી શક્યા હોત. રૂતુરાજ ગાયકવાડ શાનદાર હતો, બોલને સારી રીતે ટાઇમિંગ કરતો હતો અને તેની બેટિંગ જોઈને આનંદ થયો હતો મને લાગે છે કે યુવા ખેલાડીઓનું આવવું જરૂરી છે.
ધોનીએ પોતાના ડેબ્યૂ બોલર રાજવર્ધન હંગરગેકર વિશે વાત કરી. તેણે કહ્યું કે, રાજવર્ધન કેવી રીતે પોતાને વધુ સારો પ્લેયર બનાવી શકે તેના પર કામ કરવું જરૂરી છે. ધોનીએ કહ્યું, “મને લાગે છે કે રાજવર્ધન હંગરગેકરની ઝડપી છે અને તે સમયની સાથે સારો થઈ જશે. મને લાગે છે કે, તેનું બોલિંગ હજુ સુધરશે. સારા થશે, નો-બોલ એવી વસ્તુ છે જે તમારા નિયંત્રણમાં છે, તેથી તમારે તેના પર કામ કરવાની જરૂર છે."
ધોનીએ આગળ ડાબોડી ખેલાડીઓ વિશે વાત કરી. તેણે કહ્યું કે, તે ટીમની બોલિંગમાં કેવી રીતે બોલિંગ સાથે સહજ હતા. CSK કેપ્ટને કહ્યું, “મને લાગ્યું કે, બે ડાબા હાથના બોલર વધુ સારા વિકલ્પ છે. તેથી હું તેમની સાથે ગયો. શિવમ એક વિકલ્પ હતો, પરંતુ હું બોલરો સાથે એકંદરે વધુ સહજ હતો”.
IPL 2023 Opening Ceremony: ઓપનિંગ સેરેમનીમાં ઓસ્કાર વિનર નાટૂ નાટૂ ગીત પર રશ્મિકા મંદનાએ કર્યો શાનદાર ડાન્સ
IPL 2023 Opening Ceremony:IPL 2023ની ઓપનિંગ સેરેમનીમાં અરિજિત સિંહે સૌથી પહેલા પોતાના ગીતોથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. ચેન્નાઈના કેપ્ટન ધોની અને ગુજરાતના કેપ્ટન હાર્દિક પણ અરિજીતના ગીતો પર ડાન્સ કરવા લાગ્યા હતા. આ પછી તમન્ના ભાટિયાએ અને રસ્મિકા મંદનાએ શાનદાર પરફોર્મ કર્યું હતું. રશ્મિકા મંદનાએ ઓસ્કર વિનિંગ સોંગ નાટૂ નાટૂ સોંગ પર ખૂબ જ શાનદાર ડાન્સ કર્યો હતો.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023ની ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારે યોજાયેલા આ કાર્યક્રમમાં અભિનેત્રી તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદન્નાએ ડાન્સ કર્યો હતો. ગાયક અરિજીત સિંહે પોતાના ગીતો પર લોકોને ડાન્સ કરવા માટે મજબૂર કરી દીધા હતા. આ કાર્યક્રમના અંતે ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા. ફોટો સેશન પછી કાર્યક્રમ પૂરો થયો.