Hardik Pandya Wife Natasa Stankovic: હાર્દિક પંડ્યા હાલમાં એકબાજુ આઇપીએલ રમી રહ્યો છે, મેદાન પર પરસેવો પાડી રહ્યો તો, બીજીબાજુ તેની એક્ટ્રેસ પત્ની નતાશા સ્ટાનકૉવિક સ્વીમિંગ પૂલમાં ગરમીથી છુટકારો મેળવી રહી છે. તાજેતરમાં જ નતાશાએ પૂલમાંથી નહાતી કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જે ખુબ વાયરલ થઇ રહી છે.  


નતાશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે, જેમાં તે એકદમ હૉટ અને સેક્સી અંદાજમાં દેખાઇ રહી છે, નતાશા વ્હાઇટ બિકીનીમાં પૂલની અંદર મસ્તી સાથે ગરમીથી છૂટકારો મેળવી રહી છે. તેને તસવીરો સાથે કેપ્શન આપ્યુ છે - હાય ગરમી...... આ પૂલસાઇડ તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. 


નતાશાની આ તસવીરોને તેની ભાભી પંખુડી શર્મા અને સિંગર આસ્થા ગિલે લાઇક કરી છે, આ સાથે ઈશાંત શર્માની પત્ની પ્રતિમા સિંહે પણ કોમેન્ટ કરી હતી અને નતાશાને હોટી ગણાવી હતી. જેઠાણી પંખુરીએ પણ જવાબમાં આગની ફાયરનું સાઈન લખ્યું હતું.






નતાશા હાલ પતિ હાર્દિક પંડ્યા સાથે મુંબઈમાં છે. અહીં તે સ્ટેડિયમમાં હાજર રહીને ગુજરાતની ટીમને ચીયર કરતી જોવા મળે છે. 






હાર્દિક પંડ્યા અને સર્બિયન મોડલ નતાશાએ એક વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ માર્ચ 2020માં લગ્ન કર્યા હતા. પરિવારના સભ્યો જ આમાં સામેલ હતા. જુલાઈ 2020માં નતાશાએ પુત્ર અગસ્ત્યને જન્મ આપ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં નતાશાના પ્રેગ્નન્સીના સમાચાર આવ્યા હતા. આ પછી, કપલ સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ થવા લાગ્યું. આ દરમિયાન નતાશાના એક મિત્રએ કહ્યું હતું કે પ્રેગ્નન્સીના સમાચાર સાચા છે કે નહીં, તે ખબર નથી. મને લાગે છે કે આ દંપતી હજી બીજા બાળક માટે પ્લાનિંગ નથી કરી રહ્યું.


 














આ પણ વાંચો....... 


આજથી ગુજરાતમાં પ્રચંડ ગરમીનો વધુ એક રાઉન્ડ, ખેડૂતો માટે હવમાન વિભાગે આપ્યા સારા સમાચાર, જાણો વિગતે


Maharashtra News: મહારાષ્ટ્રના સોલાપુરમાં માત્ર 1 રૂપિયે લિટર વેચાયું પેટ્રોલ, જાણો શું છે ઘટના


અમદાવાદમા અસદુદ્દીન ઔવેસીનો કરાયો વિરોધ, સ્થાનિકોએ કાળા વાવટા ફરકાવી કર્યો સૂત્રોચ્ચાર


મધ્યમવર્ગને મોંઘવારીનો મારઃ કપાસિયા અને સિંગતેલના ભાવમાં થયો વધારો, જાણો હવે એક ડબ્બો કેટલામાં મળશે


હાર્દિક પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ, “કોંગ્રેસ નેતાઓ મારી હકાલપટ્ટી કરવા માંગે છે”