શોધખોળ કરો

ઋષભ પંત બન્યો આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, લખનૌએ 27 કરોડમાં ખરીદ્યો

જેદામાં યોજાયેલી આઇપીએલ ઓક્શનમાં આજે કસમક્સ છે. રિષભ પંત પર બોલી લાગી રહી હતી.

ભારતીય ટીમના વિકેટકીપર બેસ્ટમેન રિષભ પંત પર આ વખતેઆઇપીએલ 2025માં આઇપીએલ ઇતિહાસની સૌથી મોટી બોલી લાગી છે. જેદામાં યોજાયેલી આઇપીએલ ઓક્શનમાં આજે કસમક્સ છે. રિષભ પંત પર બોલી લાગી રહી હતી તે સમયે જ્યારે બોલી 20 કરોડ ઉપર પહોંચીઓ ત્યારે દિલ્લી કેપિટલે RTMનો ઉપયોગ કરીને રિષભ પંતને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ સમયે લખનૌને મોકો મળ્યો અને 27 કરોડમાં પંતને ખરીદી લીધો હતો. આ સાથે દિલ્લીને તેનું RTM રદ કરવું પડ્યું અને રિષભ પંત લખનૌનો ભાગ બન્યો હતો.  

જાણો પંત વિશે

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંતનો જન્મ 4 ઓક્ટોબર 1997ના રોજ રૂરકી, ઉત્તરાખંડમાં થયો હતો. તે લેફ્ટ હેનડેડ બેટ્સમેન છે. તેમના પિતાનું નામ રાજેન્દ્ર પંત, માતાનું નામ સરોજ પંત અને બહેનનું નામ સાક્ષી પંત છે.રિષભ પંત આજે એટલે કે 4 ઓક્ટોબરે પોતાનો 26મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પંતે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની સફરમાં ટીમ ઈન્ડિયા માટે કેટલીક યાદગાર ઈનિંગ્સ પણ રમી છે. 

આવી રહી છે રિષભ પંતની કારકિર્દી

19 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ઋષભ પંતે પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત કરવા માટે માત્ર ચાર વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રિષભ પંતે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધીમાં તે 33 ટેસ્ટ, 30 વનડે અને 66 ટી20 મેચ રમી ચૂક્યો છે. પંતે ટેસ્ટમાં 2271 રન, વનડેમાં 865 રન અને ટી20માં 987 રન બનાવ્યા છે. રિષભ પંતની અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણી યાદગાર ઇનિંગ્સનો સમાવેશ થાય છે.

આઇપીએલ 2025ની ખાસ વાતો - 
IPL 2025 માટે મેગા ઓક્શનની ઇન્તજાર આજે (24 નવેમ્બર) ખતમ થયો છે. ટૂર્નામેન્ટ માટે મેગા ઓક્શન આજથી એટલે કે 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દા શહેરમાં યોજાઇ રહી છે. આજે હરાજીનો પ્રથમ દિવસ હશે. આ વખતે કુલ 577 ખેલાડીઓની હરાજી થશે. 

આજે 204 ખેલાડીઓની ચમકશે કિસ્મત 
આ હરાજીમાં કુલ 577 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 367 ભારતીય અને 210 વિદેશી છે. હરાજીમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓમાંથી માત્ર 204 જ ભાગ્યશાળી હશે. તમામ ટીમો પાસે 204 ખેલાડીઓ ખરીદવા માટે ખાલી જગ્યા છે, જેમાં વધુમાં વધુ 70 વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે. આવી સ્થિતિમાં હરાજીમાં કયા ખેલાડીઓનું નસીબ ચમકે છે તે જોવું રસપ્રદ રહેશે. નોંધનીય છે કે હરાજી માટે કુલ 1574 ખેલાડીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 577 ખેલાડીઓને હરાજી માટે શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. હરાજીમાં તમામ 177 ખેલાડીઓના નામ એક પછી એક બોલાવવામાં આવશે. ત્યારબાદ 118મા ખેલાડી સાથે એક્સીલેરેશન રાઉન્ડ શરૂ થશે. સૌ પ્રથમ હરાજીમાં બે માર્કી સેટ હશે. આ પછી કેપ્ડ ખેલાડીઓના પ્રથમ સેટનો નંબર આવશે.

ક્યાંથી થઇ રહ્યું છે લાઇવ સ્ટ્રીમિંગ 
આ વખતે સાઉદીમાં આઇપીએલની મેગા ઓક્શન યોજાઇ રહી છે. આ હરાજી 24 અને 25 નવેમ્બર એમ બે દિવસ ચાલશે. મેગા હરાજીનું સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક દ્વારા ભારતમાં ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. હરાજીનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ વખતે કઈ ટીમ પાસે હરાજી માટે કેટલા રૂપિયા બાકી હતા ? 
પંજાબ કિંગ્સ - પર્સની કિંમત રૂ. 110.5 કરોડ બાકી હતા (રૂ. 9.5 કરોડ જાળવી રાખવા માટે ખર્ચવામાં આવ્યા)
સનરાઈઝર્સ હૈદરાબાદ - પર્સ વેલ્યૂ રૂ 45 કરોડ બાકી હતા (75 કરોડ જાળવી રાખવામાં ખર્ચ્યા)
મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 45 કરોડની પર્સ કિંમત બાકી હતા (75 કરોડ જાળવી રાખવામાં ખર્ચ્યા)
લખનઉ સુપર જાયન્ટ્સ - પર્સની કિંમત રૂ. 69 કરોડ બાકી છે (રૂ. 51 કરોડ રીટેન્શનમાં ખર્ચ્યા)
રાજસ્થાન રૉયલ્સ - પર્સની કિંમત 41 કરોડ રૂપિયા બાકી હતા (રૂ. 79 ​​કરોડ જાળવી રાખવામાં ખર્ચવામાં આવ્યા)
ચેન્નાઈ સુપર કિંગ્સ - પર્સની કિંમત રૂ. 65 કરોડ બાકી હતા (રૂ. 55 કરોડ જાળવી રાખવા માટે ખર્ચ્યા)
કોલકાતા નાઈટ રાઈડર્સ - પર્સની કિંમત રૂ. 51 કરોડ બાકી હતા (રૂ. 69 કરોડ જાળવી રાખવા માટે ખર્ચ્યા)
ગુજરાત ટાઇટન્સ - પર્સની કિંમત રૂ. 69 કરોડ બાકી હતા (રૂ. 51 કરોડ જાળવી રાખવા માટે ખર્ચવામાં આવ્યા)
દિલ્હી કેપિટલ્સ- રૂ. 73 કરોડ પર્સની કિંમત બાકી હતા (જાળવણીમાં રૂ. 47 કરોડ ખર્ચ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- રૂ. 83 કરોડ પર્સની કિંમત બાકી હતા (જાળવણીમાં 37 કરોડ ખર્ચ).

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ
Advertisement

વિડિઓઝ

Varun Patel: સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ...: વરૂણ પટેલના પોસ્ટથી રાજનીતિ ગરમાઈ
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Geniben Thakor Allegations: સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસ વિભાગ પર ગંભીર આરોપ
Gujarat Police Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતમાં પોષણની કમી કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ
દિત્વાહ વાવાઝોડાનો કહેર,  85 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અતિ ભારે વરસાદ,તમિલનાડુમાં ત્રણનાં મોત
દિત્વાહ વાવાઝોડાનો કહેર, 85 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અતિ ભારે વરસાદ,તમિલનાડુમાં ત્રણનાં મોત
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
માત્ર 32 બોલમાં સદી ફટકારી અભિષેક શર્માએ વર્તાવ્યો કહેર, શમી સહિતના બોલર્સની વીંખી નાખી લાઈન લેન્થ
માત્ર 32 બોલમાં સદી ફટકારી અભિષેક શર્માએ વર્તાવ્યો કહેર, શમી સહિતના બોલર્સની વીંખી નાખી લાઈન લેન્થ
Rajkot Crime: માતા પિતા માટે લાલબત્તી! મમ્મી મોબાઈલમાં મશગૂલ હતી ને દોઢ વર્ષની બાળકીનું થયું અપહરણ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો
Rajkot Crime: માતા પિતા માટે લાલબત્તી! મમ્મી મોબાઈલમાં મશગૂલ હતી ને દોઢ વર્ષની બાળકીનું થયું અપહરણ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો
Embed widget