શોધખોળ કરો

માત્ર 32 બોલમાં સદી ફટકારી અભિષેક શર્માએ વર્તાવ્યો કહેર, શમી સહિતના બોલર્સની વીંખી નાખી લાઈન લેન્થ

Syed Mushtaq Ali Trophy 2025: અભિષેક શર્માએ ફરી એકવાર બેટથી તબાહી મચાવી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં અભિષેકે માત્ર 32 બોલમાં સદી ફટકારી છે.

Syed Mushtaq Ali Trophy 2025: ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર અભિષેક શર્માની વિસ્ફોટક બેટિંગથી દરેક વ્યક્તિ પરિચિત છે. તે મેદાન પર ઉતરતાની સાથે જ ચોગ્ગા અને છગ્ગા ફટકારવાની કુશળતા ધરાવે છે, પછી ભલે તે પંજાબ માટે હોય કે ટીમ ઈન્ડિયા માટે. અભિષેક શર્મા પહેલા બોથી જ બોલરો પર હુમલો કરવાનો લક્ષ્ય રાખે છે. આનું તાજેતરનું ઉદાહરણ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 ના એલીટ ગ્રુપ સી ની મેચમાં જોવા મળ્યું. આ મેચમાં, અભિષેકે બેટથી તબાહી મચાવી, માત્ર 32 બોલમાં સદી ફટકારી. આ સદી સાથે, યુવા ઓપનરે રોહિત શર્માના રેકોર્ડની  બરાબરી કરી.

12 બોલમાં અડધી સદી
વાસ્તવમાં, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 માં 30 નવેમ્બરે પંજાબ બંગાળનો સામનો કરી રહ્યું છે. પંજાબે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પંજાબની ઇનિંગ શરુઆત કરવા માટે મેદાનમાં આવેલા અભિષેકે પ્રભસિમરન સિંહ સાથે મળીને પહેલા જ બોલથી બંગાળના બોલરો પર હુમલો કર્યો. પરિણામે, આ સ્ટાર બેટ્સમેન માત્ર 12 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી.

અભિષેકે પોતાની અડધી સદી પૂરી કર્યા પછી વધુ ઉગ્ર બની ગયો. તેણે ગિયર બદલીને આગામી 20 બોલમાં પોતાની સદી પૂરી કરી. આમ, તેણે 32 બોલમાં T20 ક્રિકેટમાં સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી. આ અભિષેકની બીજી સૌથી ઝડપી T20 સદી છે. તેણે પોતાની સદીમાં સાત ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા.

T20 માં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન

  • ઉર્વિલ પટેલ - 28 બોલ
  • અભિષેક શર્મા - 28 બોલ
  • ઉર્વિલ પટેલ - 31 બોલ
  • અભિષેક શર્મા - 32 બોલ

અભિષેકે રોહિત શર્માની બરાબરી કરી

આ અભિષેક શર્માની T20 ક્રિકેટમાં આઠમી સદી છે. આ સાથે, તેણે T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે રોહિત શર્માની બરાબરી કરી લીધી છે. હવે ફક્ત વિરાટ કોહલી જ તેનાથી આગળ છે, જેના નામે નવ T20 સદી છે. અભિષેકે બંગાળના બોલરો મોહમ્મદ શમી અને આકાશ દીપને બરાબરના ધોયા હતા. શમીએ પોતાની પહેલી બે ઓવરમાં 34 રન આપ્યા, જ્યારે આકાશદીપે પોતાની બીજી ઓવરમાં 30  રન આપ્યા. 10 ઓવરના અંત સુધીમાં, અભિષેક શર્માની સદી અને પ્રભસિમરન સિંહની અડધી સદીની મદદથી પંજાબે બોર્ડ પર 163 રન બનાવ્યા હતા.

ટી20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીયો

વિરાટ કોહલી - 9
રોહિત શર્મા - 8
અભિષેક શર્મા - 8
કેએલ રાહુલ - 7

બંગાળ (પ્લેઈંગ ઈલેવન): અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), અભિષેક પોરેલ (વિકેટકીપર), કરણ લાલ, શકિર હબીબ ગાંધી, સુદીપ કુમાર ઘરામી, શાહબાઝ અહેમદ, ઋત્વિક ચેટર્જી, પ્રદિપ્ત પ્રમાણિક, સક્ષમ ચૌધરી, મોહમ્મદ શમી, આકાશ દીપ.

પંજાબ (પ્લેઈંગ ઈલેવન): અભિષેક શર્મા (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), અનમોલપ્રીત સિંહ, નેહલ વાઢેરા, સનવીર સિંહ, નમન ધીર, રમનદીપ સિંહ, ગુરનૂર બ્રાર, મયંક માર્કંડે, હરપ્રીત બ્રાર, અશ્વની કુમાર

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Advertisement

વિડિઓઝ

Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Embed widget