શોધખોળ કરો

IPL 2022: રવિન્દ્ર જાડેજા સહિત 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત, જાણો કઈ ટીમોને લાગ્યો ઝટકો

જાડેજાને ચેન્નાઈએ આ સિઝન માટે રૂ. 16 કરોડમાં જાળવી રાખ્યો હતો. જ્યારે ગત સિઝનમાં તેને 7 કરોડ રૂપિયા મળ્યા હતા.

IPL 2022 Injured Cricketers Deepak Chahar Ravindra Jadeja Suryakumar Yadav: IPL 2022 ની લીગ મેચો સમાપ્ત થવા જઈ રહી છે. ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. જ્યારે બાકીની ટીમો સંઘર્ષ બાદ પ્લેઓફમાં પહોંચશે. આ સિઝનમાં ઘણા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. સાથે જ કેટલાક ખેલાડીઓ ઈજાના કારણે બહાર પણ થઈ ગયા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાલમાં જ ઈજાના કારણે આ સિઝનમાંથી બહાર થઈ ગયો છે. આ સિઝનમાં જાડેજા સહિત 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સના સૂર્યકુમાર યાદવનો પણ સમાવેશ થાય છે.

રવિન્દ્ર જાડેજા (ચેન્નઈ સુપર કિંગ્સ)

જાડેજાને ચેન્નાઈએ આ સિઝન માટે રૂ. 16 કરોડમાં જાળવી રાખ્યો હતો. જ્યારે ગત સિઝનમાં તેને 7 કરોડ રૂપિયા મળ્યા હતા. પરંતુ જાડેજા આ સિઝનમાં ફ્લોપ સાબિત થયો હતો. તેઓ કંઈ ખાસ કરી શક્યા નહીં. 4 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. જાડેજાને પાંસળીમાં ઈજા છે. તેથી તે આ સિઝનમાંથી બહાર છે.

દીપક ચહર (ચેન્નઈ સુપર કિંગ્સ)

દીપકને IPL 2022ની હરાજી દરમિયાન ચેન્નાઈએ 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ ઈજાના કારણે તે એક પણ મેચ રમી શક્યો નહોતો. ચહરને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી શ્રેણી દરમિયાન ઈજા થઈ હતી.

સૂર્યકુમાર યાદવ (મુંબઈ ઈન્ડિયન્સ)

સૂર્યકુમાર મુંબઈના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક છે. તેણે આ સિઝનમાં કેટલીક સારી ઇનિંગ્સ રમી છે. મુંબઈએ તેને 8 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો. પરંતુ તે ઈજાના કારણે હાલમાં ટીમની બહાર છે. 6 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં સૂર્યકુમાર ઇજાગ્રસ્ત થયો હતો.

વોશિંગ્ટન સુંદર અને ટી. નટરાજન (સનરાઈઝર્સ હૈદરાબાદ)

સુંદરને હૈદરાબાદે 8.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે નટરાજનને ફ્રેન્ચાઈઝીએ 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ ઈજાના કારણે બંને ખેલાડીઓ હાલમાં ટીમની બહાર ચાલી રહ્યા છે. નટરાજનના ઘૂંટણની ઈજા બહાર આવી છે. જેના કારણે તેઓ રમી શકતા નથી. જ્યારે વોશિંગ્ટન સુંદરના હાથમાં ઈજા થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ  આગ,  44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ આગ, 44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
US Shooting:  વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
US Shooting: વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ  આગ,  44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ આગ, 44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
US Shooting:  વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
US Shooting: વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
થામા ફિલ્મ હવે ઓટીટી પર થશે રીલિઝ, જાણો કયા પ્લેટફોર્મ અને કયારે થશે રીલિઝ?
થામા ફિલ્મ હવે ઓટીટી પર થશે રીલિઝ, જાણો કયા પ્લેટફોર્મ અને કયારે થશે રીલિઝ?
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Embed widget