CSK vs RCB: RCBના IPL ટ્રોફી જીતવા અંગે છોકરીએ પોસ્ટરમાં એવું તો શું લખ્યું કે વાયરલ થઈ, જાણો શું લખ્યું
આઈપીએલની મેચમાં તમામ ચાહકો તેમની પસંદગીની ટીમને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં આવતા હોય છે. આ દરમિયાન તેઓ હાથમાં ઘણા પોસ્ટર લઈને આવતાં હોય છે
IPL 2022: આઈપીએલની મેચમાં તમામ ચાહકો તેમની પસંદગીની ટીમને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં આવતા હોય છે. આ દરમિયાન તેઓ હાથમાં ઘણા પોસ્ટર લઈને આવતાં હોય છે જેની ઉપર વિવધ પ્રકારના સંદેશ અને સુત્રો લખેલા હોય છે. હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં એક સુંદર છોકરી હાથમાં આવા જ પોસ્ટર સાથે જોવા મળી હતી, જેના પર કેમેરામેને ઘણી વખત ધ્યાન કેન્દ્રિત કર્યું અને જોત જોતામાં આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.
આ ફોટોમાં એક સુંદર છોકરી પોસ્ટર સાથે જોવા મળી રહી છે. તેના પર લખવામાં આવ્યું છે કે, "જ્યાં સુધી RCB IPL ટ્રોફી નહીં જીતે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું." મેચ દરમિયાન કેમેરામેને ઘણી વખત આ છોકરી પર ફોકસ કર્યું અને આ પોસ્ટર હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે. આ ફોટો પર અલગ-અલગ લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી રહ્યા છે. આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આઈપીએલની શરુઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી RCB ટીમ IPL ટ્રોફી જીતી શકી નથી. આ વખતે ટીમ સારા ફોર્મમાં છે અને ચાહકોને આશા છે કે આરસીબી ચેમ્પિયન બનશે.
Focus on the poster guys holding 🤣🤣#CSKvsRCB pic.twitter.com/sXYr7Gnj2s
— Rishabh Srivastava (@AskRishabh) April 12, 2022
આ વખતે RCBની ટીમ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ સાથે મેદાનમાં ઉતરી છે. ટીમે અત્યાર સુધી ચાર મેચ રમી છે જેમાં તેણે ત્રણ મેચ જીતી છે. જો RCB આજે ચેન્નાઈ સામેની મેચ જીતે છે, તો તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી શકે છે. લાંબા સમયથી ટીમની કપ્તાની વિરાટ કોહલીના હાથમાં હતી પરંતુ તે ટીમને આઈપીએલનો એક પણ ખિતાબ અપાવી શક્યો ન હતો. આરસીબીના ચાહકોને આશા છે કે આ વખતે ટીમ કેપ્ટન સાથે ઈતિહાસ રચશે.