શોધખોળ કરો

દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો, જાણો બંન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન?

દિલ્હી વિરૂદ્ધ રમાનારી મેચમાં સનરાઇઝર્સ ટીમ પોતાના બોલિંગમાં સુધારો કરવા ઇચ્છશે

મુંબઈ: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં રિષભ પંતની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સ આજે કેન વિલિયમસનની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં સનરાઇઝર્સ ફરી જીત નોંધાવીને ટોપ-4માં પહોંચવાનું લક્ષ્ય રાખશે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સ આ મેચ જીતીને પ્લેઓફમાં જવાની આશા જીવંત રાખવા માંગશે. હૈદરાબાદની ટીમ છેલ્લી 2 મેચ હારી ચૂકી છે. જ્યારે દિલ્હી કેપિટલ્સને પણ છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચાલો જાણીએ બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન વિશે જાણીએ.

દિલ્હી વિરૂદ્ધ રમાનારી મેચમાં સનરાઇઝર્સ ટીમ પોતાના બોલિંગમાં સુધારો કરવા ઇચ્છશે. છેલ્લી મેચમાં હૈદરાબાદે CSK સામે 20 ઓવરમાં 202 રન આપ્યા હતા. ચેન્નઈના બેટ્સમેનોએ ઉમરાન મલિક સહિત તમામ બોલરોને ધોઇ નાખ્યા હતા. હૈદરાબાદની ટીમ સતત 2 મેચ હારી છે. આ પહેલા હૈદરાબાદે સતત 5 મેચ જીતી હતી. પરંતુ બાદમાં તેને ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદે આઈપીએલ 2022માં 9 મેચ રમી છે જેમાં 5માં જીત અને 4માં હાર થઈ છે. કેન વિલિયમસનની ટીમ 10 પોઈન્ટ સાથે 5માં સ્થાને છે.

દિલ્હી માટે જીત જરૂરી છે

IPL 2022માં જીત સાથે શરૂઆત કરનારી દિલ્હી કેપિટલ્સની ટીમ તેમના પ્રદર્શનમાં સાતત્ય જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે. દિલ્હી અત્યાર સુધીમાં 9 મેચ રમી છે જેમાં 4માં જીત અને 5માં હાર થઈ છે. જો પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો દિલ્હી કેપિટલ્સ 8 પોઈન્ટ સાથે સાતમા ક્રમે છે.

દિલ્હી  કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન

પૃથ્વી શૉ, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, ઋષભ પંત, લલિત યાદવ, રોવમેન પૉવેલ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહમાન, ચેતન સાકરિયા

હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન

કેન વિલિયમ્સન, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, નિકોલસ પૂરન, વોશિંગ્ટન સુંદર, શશાંક સિંહ, માર્કો યાનસેન, ભૂવનેશ્વર કુમાર, ટી.નટરાજન, ઉમરાન મલિક

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ

Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ

‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડીMehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ

2 રૂપિયા વાળા શેરની કિંમત થઇ ગઇ 1400 ને પાર, 5 વર્ષમાં આપ્યું 63 હજાર ટકાથી વધુ રિટર્ન

Embed widget