Corona in IPL 2022: દિલ્હી કેપિટલ્સ ફરી કોરોનાની ઝપેટમાં, મેચ અગાઉ એક ખેલાડીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ
વાસ્તવમાં દિલ્હી કેપિટલ્સે તેની આગામી મેચ રવિવારે સાંજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે રમવાની છે. આ માટે રવિવારે સવારે તમામ ખેલાડીઓ અને સ્ટાફનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની સીઝનમાં ફરી એકવાર કોરોનાનો ખતરો મંડરાઇ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સની ટીમમાં ફરી એકવાર કોરોનાનો કેસ નોંધાયો છે. દિલ્હી ટીમનો એક ખેલાડી કોરોના પોઝિટીવ આવ્યો હતો. આ ખેલાડી નેટ બોલર છે. આ પછી જ ટીમને આગામી આદેશ સુધી હોટલના રૂમમાં આઇસોલેટ રહેવાનો આદેશ કરાયો હતો. તમામ ખેલાડીઓ અને સ્ટાફનો વધુ એક RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
વાસ્તવમાં દિલ્હી કેપિટલ્સે તેની આગામી મેચ રવિવારે સાંજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે રમવાની છે. આ માટે રવિવારે સવારે તમામ ખેલાડીઓ અને સ્ટાફનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એક નેટ બોલરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
દિલ્હીની ટીમમાં કોરોનાનો આ 8મો કેસ છે
આ પહેલા પણ 20 એપ્રિલે દિલ્હીની ટીમમાં કોરોનાના કેટલાક કેસ નોંધાયા હતા. ટીમમાં કોરોના પોઝિટિવનો આ 8મો કેસ છે. અગાઉ, ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ, ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શ અને ન્યૂઝીલેન્ડના વિકેટકીપર ટિમ સેફર્ટ સહિત સ્ટાફના સભ્યો પણ કોરોના પોઝિટીવ આવ્યા હતા.
આ જ કારણ હતું કે દિલ્હી ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગને પણ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડ્યું હતું. 22 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં દિલ્હીની ટીમ પોન્ટિંગ વિના મેદાનમાં ઉતરી હતી. જોકે છેલ્લા 7 કેસમાં તમામ લોકો સ્વસ્થ થઇ ગયા છે.
દિલ્હીની ટીમે આગામી 3 મેચ કોઈપણ ભોગે જીતવી પડશે.
દિલ્હી કેપિટલ્સે વર્તમાન સિઝનમાં અત્યાર સુધીમાં 10 મેચ રમી છે, જેમાંથી તેણે 5માં જીત મેળવી છે. આ ટીમ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5માં નંબર પર છે. પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે દિલ્હીની ટીમને હવે તેની બાકીની 4 મેચમાંથી ઓછામાં ઓછી 3 મેચ જીતવી પડશે. દિલ્હીની આગામી મેચ રવિવારે સાંજે ચેન્નઇ સામે રમાશે