IPL 2022, KKR vs DC: છેલ્લી ઓવરમાં KKRની ટીમ ઓલ આઉટ, દિલ્હીએ 44 રનથી મેચ જીતી લીધી
IPLમાં આજે ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સ અને શ્રેયસની કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો થશે. ગઈ સિઝનમાં બન્ને ખેલાડીઓ દિલ્હી તરફથી સાથે રમતા હતા. પહેલા શ્રેયસ દિલ્હીનો કેપ્ટન હતો.
Background
IPL 2022: IPLમાં આજે (10 એપ્રિલ) ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સ અને શ્રેયસની કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો થશે. ગઈ સિઝનમાં બન્ને ખેલાડીઓ દિલ્હી તરફથી સાથે રમતા હતા. પહેલા શ્રેયસ દિલ્હીનો કેપ્ટન હતો, બાદમાં પંતને દિલ્હીનો કેપ્ટન બનાવવામાં આવ્યો. કેપ્ટન્સી જતા જ શ્રેયસે દિલ્હી છોડવાનું મન બનાવી લીધુ હતું. બન્ને ખેલાડીઓ ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી કરવાની રેસમાં છે. એવામાં આજની મેચ ટીમ માટે 2 પોઈન્ટ મેળવવા ઉપરાંત બન્ને ખેલાડીઓની કેપ્ટન્સીની પરીક્ષા તરીકે પણ મહત્વનો છે. દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમાં નંબરે છે જ્યારે KKR ટોપ પર છે.
બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમ
અંજિક્યે રહાણે, વેંકેટેશ અય્યર, શ્રેયસ અય્યર (કેપ્ટન), સેમ બિલિંગ્સ (વિકેટકીપર), નીતિશ રાણા, આંદ્રે રસેલ, સુનીલ નારેન, પેટ કમિન્સ, ઉમેશ યાદવ, રસિખ સલામ, વરુણ ચક્રવર્તી.
દિલ્હી કેપિટલ્સ ટીમ
પૃથ્વી શૉ, ડેવિડ વોર્નર, રૉવમેન પૉવેલ, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), સરફરાજ ખાન, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝૂર રહેમાન, એનરિક નૉર્ટર્ઝે.
કોનુ પલડુ છે ભારે
જો હાલના ફોર્મની વાત કરીએ તો KKR સતત બે મેચો જીતીને આવી છે, આવામાં દિલ્હી વિરુદ્ધ કોલકત્તાની પાસે એકવાર ફરીથી જીત હાંસલ કરવાના મોકો છે, મેચમાં KKRનો પલડુ ભારે લાગી રહ્યું છે.
દિલ્હી કેપિટલ્સે 44 રનથી મેચ જીતી
દિલ્હી કેપિટલ્સે 44 રનથી મેચ જીતી લીધી. છેલ્લી ઓવરના ચોથા બોલ પર શાર્દુલ ઠાકુરે રસીક સલામને આઉટ કર્યા બાદ કોલકાતાના તમામ વિકેટ પડી ગઈ હતી.
13.1 ઓવર પર કોલકાતાનો સ્કોર 118 રન પર 4 વિકેટ
કોલકાતા નાઈટ રાઈડર્સની ચાર વિકેટ પડી ગઈ છે. શ્રેયસ અય્યર 33 બોલમાં 55 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે નિતીશ રાણા 20 બોલમાં 30 રન કરીને આઉટ થયો. હાલ આંદ્રે રસેલ અને સૈમ બિલિંગ્સ રમી રહ્યા છે.




















