LSG vs MI: આજે ફરીથી હારી શકે છે મુંબઈ ઈંડિયન્સ, જાણો મુંબઈની હારના મુખ્ય ત્રણ કારણો...
આઈપીએલની 15મી સીઝન દરેક મેચ સાથે રોમાંચક બનતી જઈ રહી છે. આજે વાનખેડે સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયંટ્સ (LSG) અને મુંબઈ ઈંડિયન્સ (MI) ની ટીમ આમને-સામને હશે.
Mumbai Indians News: આઈપીએલની 15મી સીઝન દરેક મેચ સાથે રોમાંચક બનતી જઈ રહી છે. આજે વાનખેડે સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયંટ્સ (LSG) અને મુંબઈ ઈંડિયન્સ (MI) ની ટીમ આમને-સામને હશે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી નિરાશાજનક પ્રદર્શન બાદ મુંબઈ ઈંડિયન્સને કોઈ ચમત્કારની શોધ છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી મુંબઈએ તેની બધી સાત મેચ હારી છે. લખનઉ સુપર જાયંટ્સ આ સીઝનની બે નવી ટીમોમાંની એક ટીમ છે. લખનઉએ અત્યાર સુધીની મેચોમાંથી 4 મેચો જીતી લીધી છે. હાલ લખનઉ પોઈંટ ટેબલમાં ચોથા ક્રમાંક પર છે અને હજી પોતાની સ્થિતિ મજબુત કરવા મથી રહ્યું છું. જો કે, આ મેચમાં પણ મુંબઈએ હારનો સામનો કરવો પડી શકે છે. જાણો આ હારનાં મુખ્ય કારણો..
1. મુંબઈના કેપ્ટન રોહિત શર્મા હાલ પોતાના ખરાબ પ્રદર્શનથી જજુમી રહ્યો છે. રોહિત આ સીઝનમાં ટીમને મજબુત શરુઆત અપાવવામાં નિષ્ફળ રહ્યો છે. અત્યાર સુધી રોહિતે 7 મેચોમાં 16.29ની એવરેજથી ફક્ત 114 રન જ બનાવ્યા છે. આઈપીએલના ઈતિહાસમાં રોહિતનું આ સૌથી ઓછી એવરેજ છે. રોહિત અત્યાર સુધી સંપુર્ણ રીતે ફ્લોપ રહ્યો છે. આ જ કારણ છે કે આજની મેચ પણ મુંબઈ નહી જીતી શકે.
2. મુંબઈના સીનિયર ખેલાડી કિરોન પોલાર્ડ આ સીઝનમાં ખુબ જ ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. અત્યાર સુધી પોલાર્ડ 7 મેચોમાં ફક્ત 96 રન જ બનાવી શક્યો છે અને 1 વિકેટ લઈ શક્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સીઝનમાં પોલાર્ડના રનની એવરેઝ ફકત 16 રન જ રહી છે. મુંબઈની ટીમને ફિનિશરની કમી વરતાઈ રહી છે. આ વખતે ટીમ પાસે કોઈ ફિનિશર નથી જે છેલ્લી ઓવરમાં ઝડપથી રન કરી શકે.
3. મુંબઈ ઈંડિયન્સ બોલિંગમાં પણ ઘણી કમજોર દેખાઈ રહી છે અને જસપ્રીત બુમરાહ સિવાય કોઈ પણ બોલર પ્રભાવિત નથી કરી શક્યા. જે બોલરને તક આપવામાં આવી રહી છે તેઓ અત્યાર સુધીમાં કંઈ ખાસ નથી કરી શક્યા. મુંબઈની ફાસ્ટ બોલિંગ હોય કે સ્પિન બોલિંગ હોય બંને ફ્લોપ રહી છે. જેના કારણે મુંબઈ સામેની ટીમના વધતા સ્કોરને અટકાવી નથી શકતી.