શોધખોળ કરો

GT vs PBKS: આજે પંજાબને હરાવીને પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની શકે છે ગુજરાત ટાઈટન્સ, જાણો બંને ટીમોનું પ્રદર્શન

વિપરીત પરિસ્થિતિઓમાંથી પણ જીત મેળવવા માટે જાણીતી ગુજરાત ટાઈટન્સની ટીમ આજે પંજાબ કિંગ્સ સામે ટકરાશે.

Gujarat Titans vs Punjab Kings Match: વિપરીત પરિસ્થિતિઓમાંથી પણ જીત મેળવવા માટે જાણીતી ગુજરાત ટાઈટન્સની ટીમ આજે પંજાબ કિંગ્સ સામે ટકરાશે. ગુજરાત ટાઈટન્સને પ્લેઓફમાં પહોંચવા માટે ફક્ત એક મેચ જીતવાની બાકી છે ત્યારે આજે પંજાબને હરાવીને ગુજરાત ટાઈટન્સ પ્લેઓફમાં પોતાનું સ્થાન ફાઈનલ કરવાના ઈરાદે રમવા ઉતરશે. ગુજરાતે અત્યાર સુધીમાં રમાયેલી સિઝનમાં 9 માંથી 8 મેચો જીતી લીધી છે. જો આજે ગુજરાત જીતશે તો આ સીઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવનારી પ્રથમ ટીમ બની જશે.

છેલ્લી વખતે જ્યારે ગુજરાત અને પંજાબની મેચ હતી ત્યારે તેવટિયાએ છેલ્લી બે બોલમાં સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. પંજાબ કિંગ્સ હવે મેચ જીત માટે ભરપુર પ્રયાસ કરતી દેખાશે. પંજાબ એવું નહી ઈચ્છે કે ગઈ વખતની જેમ મેચ છેલ્લા બોલ સુધી પહોંચે. પંજાબની ટીમના પ્રદર્શન આ સીઝનમાં એવરેજ જોવા મળ્યું છે. પંજાબ કિંગ્સે અત્યાર સુધીમાં નવમાંથી પાંચ મેચ હારી છે અને 4 મેચ જીતી છે.

પંજાબની ટીમના ટોચના બેટ્સમેન, કેપ્ટન મયંક અગ્રવાલ, જોની બેરસ્ટો, શિખર ધવન અને લિયામ લિવિંગસ્ટોને કેટલીક મેચોમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ તેમણે પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન યથાવત રાખવાની જરુર છે. બોલિંગ વિભાગમાં જોઈએ તો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે સતત સારું પ્રદર્શન કર્યું છે. છેલ્લી મેચમાં બોલરોએ સારું પ્રદર્શન કર્યુ હતું પણ બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા.

ગુજરાત માટે કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગનો મુખ્ય આધાર રહ્યો છે. તેણે જવાબદારી પુર્વક પોતાની ઇનિંગ્સ રમી છે. હાર્દિકે અત્યાર સુધીમાં કુલ 308 રન બનાવ્યા છે અને તે ટૂર્નામેન્ટમાં ત્રીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. મિલર અને તેવટિયાએ 'ફિનિશર'ની ભૂમિકા શાનદાર રીતે ભજવી છે. છેલ્લી મેચમાં રાશિદ ખાને પણ સિક્સર મારીને પોતાના કુશળતાનું ઉદાહરણ રજૂ કર્યું હતું.

ગુજરાત ટાઈટન્સ પાસે મજબૂત બોલિંગ ઓર્ડર પણ છે જેમાં મોહમ્મદ શમી નવા બોલથી તબાહી મચાવી શકે છે, સાથે જ પંજાબના બેટ્સમેનોએ લોકી ફર્ગ્યુસનની તેજ ગતિની બોલિંગથી પણ બચવું જોઈશે. ગુજરાત પ્રદીપ સાંગવાનને પણ ટીમમાં યથાવત રીખી શકે છે. પ્રદીપે ચાર સિઝન પછી તેની પ્રથમ IPL મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget