RR vs DC: ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં બુધવારે રાત્રે રાજસ્થાન રૉયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઇ, આ મેચમાં દિલ્હીની ટીમે જબરદસ્ત રીતે જીત હાંસલ કરી. દિલ્હીની જીતમાં ખાસ અને મોટો ફાળો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મિશેલ માર્શનો રહ્યો, મિશેલ માર્શે રાજસ્થાનના બૉલરોને ધોઇ નાંખ્યા અને ટીમને જીત અપાવી હતી. પરંતુ ખાસ વાત છે કે, આ મેચમાં રાજસ્થાનની એક ભૂલ તેની હારનુ કારણ બન્યુ હતુ.
ખરેખરમાં, દિલ્હી કેપિટલ્સની ઇનિંગમાં ત્રીજી જ ઓવરમાં મિશેલ માર્શ સ્પષ્ટ રીતે એલબીડબલ્યૂ આઉટ થઇ ગયો હતો, ટ્રેન્ટ બૉલ્ટના એક યોર્કર બૉલ માર્શ પેડ પર વાગ્યો હતો, અને બૉલ્ટે અપીલ કરવા છતાં એમ્પાયરે નૉટઆઉટ આપ્યો હતો.
જોકે, થોડીવાર તો એવુ લાગ્યુ કે રાજસ્થાનનો કેપ્ટન સંજૂ સેમસન આના પર રિવ્યૂ લેશે, પરંતુ રિવ્યૂ ના લીધુ અને બાદમાં રિપ્લેમાં સ્પષ્ટ રીતે દેખાયુ કે માર્શ આઉટ હતો, જો આ સમયે રિવ્યૂ લઇ લેવામા આવ્યુ હોત તો મિશેલ માર્શને માત્ર 3 રનના અંગત સ્કૉરથી પેવેલિયન પાછો ફરવાનો વારો આવતો. જોકે, રાજસ્થાનની આ એક માત્ર ભૂલ છેલ્લે સમજાઇ અને ત્યાં સુધી મિશેલ માર્શ 62 બૉલમાં 89 રનની તાબડતોડ ઇનિંગ રમી ચૂક્યો હતો. મેચમાં હાર થયા બાદ રાજસ્થાનના કેપ્ટને સંજૂ સેમસનને રિવ્યૂ ના લેવાની ભૂલ સમજાઇ હતી.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના બેટ્સમેન મિશેલ માર્શ તાબડતોડ બેટિંગ કરતા 62 બૉલમાં 89 રન ફટકારી દીધા હતા. જેમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતો, એટલુ જ નહીં માર્શે બૉલિંગમા પણ કમાલ કર્યો, તેને 3 ઓવર ફેંકી જેમાં 25 રન આપીને 2 વિકેટો પણ ઝડપી હતી, મિશેલની આ ઓલરાઉન્ડર ઇનિંગના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
આ પણ વાંચો.........
રાજકોટમાં કેજરીવાલની જાહેરસભાઃ સી.આર પાટીલ અને ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર
KGF ફેમ યશના પિતા અત્યારે પણ બસ ચલાવે છે, RRRના ડાયરેક્ટર રાજામૌલીએ કર્યો ખુલાસો
આ દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો, રાષ્ટ્રપ્રમુખે આખા દેશમાં લગાવી દીધું લોકડાઉન
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો