IPL 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનના લીગ મુકાબલા ખતમ થઈ ગયા છે. ચાર મુકાબલા બાદ આ સીઝનનો ચેમ્પિયન મળશે. આ સીઝનમાં 70 મુકાબલા રમાયા છે પરંતુ એક પણ સુપર ઓવર નથી થઈ. ટુર્નામેંટના ઈતિહાસમાં આવું પહેલીવાર નથી થયું, આ પહેલા પણ 5 સીઝન સુપર ઓવર વગર જ સમાપ્ત થઈ છે.


આઈપીએલ 2020માં થઈ હતી 4 સુપર ઓવર


વર્ષ 2008, 2011, 2012, 2016 અને 2018ની સીઝનમાં એક પણ સુપર ઓર નહોતી થઈ. જ્યારે આઈપીએલ 2009માં 1, 2010માં 1, 2013માં 2, 2014માં 1, 2015માં 1, 2017માં 1, 2019માં 2, 2020માં 4 અને 2021માં 1 સુપર ઓવર થઈ હતી.


સુપર ઓવરના શું છે નિયમ



  • સુપર ઓવર બીજી ઈનિંગ પૂરી થયાના 10 મિનિટ બાદ શરૂ થવી જોઈએ.

  • મેચમાં બીજી ઈનિંગમાં બેટિંગ કરનારી ટીમે સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરવી પડશે.

  • સુપર ઓવર મેચની પિચ પર જ રમાય છે.

  • ફિલ્ડિંગ પ્રતિબંધ મેચની અંતિમ ઓવરની જેમ જ હોવા જોઈએ.

  • સુપર ઓવરમાં દરેક ટીમને માત્ર ત્રણ બેટ્સમેન (બે વિકેટ) અને એક બોલરને ભાગ લેવાની મંજૂરી હોય છે.

  • જો સુપર ઓવર પણ ટાઈ પડે તો બીજી સુપર ઓવર પણ રમાશે. જ્યાં સુધી મેચનું પરિણામ ન આવે ત્યાં સુધી સુપર ઓવર થતી રહેશે.


આઈપીએલ 2022 પ્લેઓફ મુકાબલા



  • ક્વોલિફાયર 1, 24 મે (કોલકાતા) – ગુજરાત ટાઈટન્સ વિ રાજસ્થાન રોયલ્સ

  • એલિમિનેટર – 25 મે, (કોલકાતા) – લખનઉ સુપર જાયંટ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગલોર

  • ક્વોલિફાયર 2, 27 મે (અમદાવાદ), એલિમિનેટરની વિજેતા અને પ્રથમ ક્વોલિફાયરમાં હારનારી ટીમ વચ્ચે મુકાબલો

  • ફાઈનલ- 29 મે (અમદાવાદ), ક્વોલિફાયર 1 અને ક્વોલિફાયર 2 ની વિજેતા ટીમ વચ્ચે મુકાબલો


આ પણ વાંચો......... 


જાણો કોણ છે સાંસદ ચંદ્ર આર્ય, જેમણે કેનેડાની સંસદમાં આપ્યું કન્નડમાં ભાષણ


Monkeypox Scare: મંકીપોક્સ અંગે આરોગ્ય મંત્રાલય સતર્ક, અધિકારીઓને કડક તકેદારી રાખવા, ચેપગ્રસ્ત દર્દીઓને અલગ રાખવા સૂચના આપી


Bollywood Vs South પર અક્ષય કુમારે કહ્યુ- દેશમાં ભાગલા પાડવાનું બંધ કરો


Omicron Subvariant BA.4 Case: હૈદરાબાદમાં મળ્યો ભારતનો પહેલો ઓમિક્રૉન બીએ.4 કેસ, જાણો કેટલો છે ખતરનાક