Rajasthan Royals vs Chennai Super Kings IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે રાજસ્થાન રૉયલ્સની ટક્કર ચેન્નાઇ સુપર કિંગ્સ સામે થવાની છે. આજે આઇપીએલની 15મી સિઝનની 68મી મેચ રમાશે. આજની મેચ રાજસ્થાન માટે ખુબ મહત્વની છે, રાજસ્થાન રૉયલ્સ હાલમાં પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે, તેને આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. તેને પ્લેઓફમાં જગ્યા પાક્કી કરવા માટે આજે મોટી જીતની જરૂર છે, પણ જો ટીમ આજની મેચ હારી જાય છે, તો તેના માટે પ્લેઓફમાં પહોંચવાનુ મુશ્કલે બની જશે. જીતવા માટે આજની ટીમમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે.
પીચ રિપોર્ટની વાત કરીએ તો આ મેચ બ્રેબૉર્ન સ્ટેડિયમમાં રમાશે, આ મેદાન બેટ્સમેનો માટે અત્યાર સુધી સારુ સાબિત થયુ છે. અહીંની પીચ બેટિંગ માટે સારી છે. સંભવ છે કે આ મેચમાં પણ બેટ્સમેનોને મદદ મળે, અને આ મેચ હાઇ સ્કૉરિંગ બને.
સંભવિત પ્લેઇંગ ઇલેવન -
રાજસ્થાન રૉયલ્સ ટીમ -
યશસ્વી જાયસ્વાલ, જૉસ બટલર, સંજૂ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), દેવદત્તા પડિકક્લ, શિમરૉન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બૉલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુજવેન્દ્ર ચહલ, ઓબેદ મેકૉય.
ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ -
ઋતુરાજ ગાયકવાડ, ડેવૉન કૉનવે, રૉબિન ઉથપ્પા, મોઇન અલી, શિવમ દુબે, અંબાતી રાયુડુ, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), મિશેલ સેન્ટનર, પ્રશાંત સોલંકી, મથીશા પથિરાના, મુકેશ ચૌધરી.
આ પણ વાંચો..........
Kidney Stones: દર્દીની કિડનીમાંથી ડોક્ટરે કાઢી 206 પથરી, 6 મહિનાથી પેટમાં દુખાવો હતો
જગદીશ ઠાકોરના હાર્દિક પટેલ પર પ્રહાર, કહ્યું- “જેલ જવાના ડરથી હાર્દિકે રાજીનામું આપ્યું”
Womens World Boxing Championships: નિકહત ઝરીને રચ્યો ઇતિહાસ, ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Assam Flood: આસામમાં પૂરના કારણે સ્થિતિ બેકાબૂ, લાખો લોકો થયા પ્રભાવિત