IPL 2022: જીતેલી મેચ હાર્યા બાદ કોચ બ્રેન્ડન મેક્કુલમ પર કેમ ગુસ્સે થયો શ્રેયસ ઐયર ?, વીડિયો વાયરલ
ગઈકાલે IPLની મેચમાં રાજસ્થાન રોયલ્સે રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને સાત રનથી હરાવ્યું હતું. આ મેચમાં 218 રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતા 210 રન જ બનાવી શક્યું હતું.
IPL 2022: ગઈકાલે IPLની મેચમાં રાજસ્થાન રોયલ્સે રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને સાત રનથી હરાવ્યું હતું. આ મેચમાં 218 રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતા 210 રન જ બનાવી શક્યું હતું. કેકેઆર માટે કેપ્ટન શ્રેયસ ઐયર શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં. તેણે 85 રનની ઇનિંગ રમી હતી. જોકે, મેચ દરમિયાન તેની અને ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમ વચ્ચે દલીલ થઈ હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શ્રેયસ ગુસ્સે થયોઃ
કોલકાતાની ઇનિંગ્સની 17મી ઓવરના ચોથા બોલ પર યુઝવેન્દ્ર ચહલે શ્રેયસ અય્યરને આઉટ કર્યો હતો. આઉટ થયા બાદ જ્યારે ઐયર પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે ડગઆઉટની બહાર કોચ બ્રેન્ડન મેક્કુલમના નિર્ણયને કારણે તે ગુસ્સે થયો હતો. મેક્કુલમે કમિન્સ પહેલા શિવમ માવીને મોકલ્યો હતો. જેના કારણે શ્રેયસ ઐયર ઘણો નિરાશ થયો હતો. જેના પર તે કોચ મેક્કુલમ પર ગુસ્સે થયો હતો. શ્રેયસ ઐયરના આ રિએક્શનની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Shreyas Iyer gets angry Brendon McCullum pic.twitter.com/82GzLTdKzx
— Big Cric Fan (@cric_big_fan) April 18, 2022
કોલકાતા હારી ગયુંઃ
તમને જણાવી દઈએ કે, મેક્કુલમનો આ દાવ પણ કોઈ ચમત્કાર દેખાડી શક્યો ન હતો. ચહલના આગલા બોલ પર મોટો શોટ મારવાના પ્રયાસમાં શિવમ માવી રેયાન પરાગના હાથે કેચ આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ આવેલ કમિન્સ પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને ચહલના બોલ પર આઉટ થયો હતો. આ જ ઓવરમાં ચહલે છેલ્લા ત્રણ બોલમાં વિકેટ લઈને આ સિઝનની પ્રથમ હેટ્રિક લીધી હતી. સતત ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ કોલકાતાના બોલર ઉમેશ યાદવે કોલકાતા માટે કેટલાક સારા શોટ્સ ફટકાર્યા હતા પરંતુ તે પણ ટીમને જીત અપાવી શક્યો ન હતો.