(Source: ECI/ABP News/ABP Majha)
RCB vs LSG: 'અહી પ્રથમ બેટિંગ કરવી ખૂબ મહત્વપૂર્ણ સાબિત થયુ', લખનઉની મુશ્કેલ પિચ અંગે શું કહ્યું ડુ પ્લેસિસે?
લખનઉમાં રમાયેલી લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં આરસીબીનો 18 રનથી વિજય થયો હતો
Faf du Plessis on Lucknow Pitch: લખનઉમાં રમાયેલી લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં આરસીબીનો 18 રનથી વિજય થયો હતો. આ મેચમાં આરસીબી નવ વિકેટ ગુમાવીને માત્ર 126 રન બનાવી શકી, પરંતુ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) આ નાના લક્ષ્યને પણ હાંસલ કરી શકી નહીં. લખનઉની આખી ટીમ 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. માત્ર 126 રનના સ્કોરનો બચાવ કર્યા પછી RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટીમના બોલરોની પ્રશંસા કરી હતી. સાથે પ્લેસિસે RCBની શરૂઆતની ભાગીદારીને મેચ-વિનિંગ ભાગીદારી ગણાવી હતી. તેણે લખનઉની પીચને ખૂબ જ મુશ્કેલ વિકેટ ગણાવી હતી.
This is the brand of cricket we're known to play! 🔥
— Royal Challengers Bangalore (@RCBTweets) May 1, 2023
This is how we PLAY BOLD! 💪#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #LSGvRCB pic.twitter.com/syjB1Fd63R
ડુપ્લેસિસે કહ્યું હતું કે 'બેંગ્લોરની સરખામણીમાં તે સંપૂર્ણપણે અલગ પિચ હતી. પ્રથમ છ ઓવરમાં અડધી સદીની ભાગીદારી છેલ્લી મેચમાં જીતની ભાગીદારી સાબિત થઈ હતી. અહીં પહેલા બેટિંગ કરવી મહત્વપૂર્ણ હતી. તેમની પાસે ચાર સ્પિનરો હતા અને અહીં સ્પિનરો સામે રમવું ખૂબ મુશ્કેલ હતું. ચિન્નાસ્વામી જ્યારે રમતા હતા ત્યારે એવું લાગે છે કે બોલ બધે જઈ રહ્યો છે, પરંતુ લખનઉની આ પિચ પર મેં વિચાર્યું કે 135 રન પૂરતા હશે. મારા મગજમાં આ સ્કોર હતો અને અમે આ સ્કોર તરફ આગળ વધી રહ્યા હતા. આ પિચ પર રન બનાવવા ખૂબ મુશ્કેલ છે. મેં સાથી ખેલાડીઓને કહ્યું કે જો આપણે શરૂઆતમાં બે-ત્રણ વિકેટ લઈશું તો તેમના માટે આ લક્ષ્ય મુશ્કેલ બની જશે.
આ દરમિયાન ડુપ્લેસિસે પોતાના બોલરોના વખાણ પણ કર્યા હતા. તેણે કહ્યું, 'હું કર્ણ માટે ખૂબ જ ખુશ છું. તે એવા લોકોમાંથી એક છે જે આખો સમય મહેનત કરે છે પરંતુ બદલામાં તેને એટલી ઓળખ નથી મળતી. લેગ સ્પિનર માટે ચિન્નાસ્વામીમાં રમવું પણ ઘણું મુશ્કેલ છે. આજે લખનઉમાં તેણે અદ્ભુત પ્રદર્શન કર્યું. કર્ણ શર્માએ આ મેચમાં ચાર ઓવરમાં માત્ર 20 રન આપીને બે વિકેટ ઝડપી હતી. હેઝલવુડની વાપસી પર પ્લેસિસે કહ્યું હતું કે 'અમે હેઝલવુડનો અનુભવ ગુમાવી રહ્યા હતા. તેના જેવા ખેલાડીઓ ટીમમાં શાંતિ, સંયમ અને સંતુલન લાવે છે.