RR vs CSK: ચેન્નઇ વિરુદ્ધ જીત મેળવીને ખૂબ ખુશ થયો રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજૂ સેમસન, જણાવ્યું સફળતાનું રહસ્ય
ઇન્ડિયન પ્રિમિયર લીગની 16મી સીઝનમાં 37મી લીગ મેચ માટે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમો આમને-સામને હતી
Sanju Samson Reaction: ઇન્ડિયન પ્રિમિયર લીગની 16મી સીઝનમાં 37મી લીગ મેચ માટે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમો આમને-સામને હતી. આ મેચમાં રાજસ્થાને આ સીઝનમાં બીજી વખત ચેન્નઈને 32 રને હરાવ્યું હતું. ટોસ જીત્યા બાદ આરઆર બેટિંગ કરવા ઉતરી અને 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા. રનનો પીછો કરતા CSK 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 170 રન જ બનાવી શકી હતી. ટીમની આ જીત બાદ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજૂ સેમસન ઘણો ખુશ જોવા મળ્યો હતો.
First win of the season at SMS! 💗 pic.twitter.com/d0ft8Jy8YG
— Rajasthan Royals (@rajasthanroyals) April 27, 2023
સંજૂ સેમસને મેચ બાદ કહ્યું હતું કે મેચ જીતવી ટીમ અને પ્રશંસકોના વાતાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તે જયપુરમાં અમારી પ્રથમ જીત પણ હતી. આપણે એક દિશામાં જઈ શકતા નથી. જો તમે ચિન્નાસ્વામી અથવા વાનખેડેમાં રમી રહ્યા હોવ તો તમે પીછો કરવા માંગતા હોવ પરંતુ અહીંની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મેં પ્રથમ બેટિંગ કરવાની તક લીધી. જ્યારે પણ અમે બેટિંગ કરતા ત્યારે તમામ યુવાનો આવ્યા અને પોતાનું કામ કર્યું હતું.
સંજૂએ વધુમાં કહ્યું હતું કે “આક્રમક અભિગમ એ એક સારો ફેરફાર છે. ખેલાડીઓ જે કરી રહ્યા છે તેનો શ્રેય મેનેજમેન્ટ અને સપોર્ટ સ્ટાફને જાય છે. તમે રાજસ્થાન રોયલ્સ એકેડમીમાં ઓફ-સીઝન દરમિયાન જયસ્વાલને ઘણા બોલ રમતા જોશો."
પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 202 રન બનાવ્યા હતા. ટીમ વતી યશસ્વી જયસ્વાલે 43 બોલમાં 77 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ સિવાય પાંચમા નંબર પર બેટિંગ કરી રહેલા ધ્રુવ ઝુરેલે 15 બોલમાં 34 રન ઉમેરીને ટીમને સારા ટોટલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
રનનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 6 વિકેટે 170 રન જ બનાવી શકી હતી. ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન શિવમ દુબેએ 33 બોલમાં 52 રન બનાવ્યા હતા. જો કે તેની અડધી સદી ટીમને જીતાડી શકી ન હતી.
RR vs CSK: ચેન્નાઈને 32 રને હરાવી રાજસ્થાનની ટીમ IPL પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી
RR vs CSK Full Match Highlights: જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2023 ની 37મી મેચમાં, રાજસ્થાન રોયલ્સે ચેન્નાઇ સુપર કિંગ્સને 32 રનથી હરાવ્યું. આ જીત સાથે રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી ગઈ છે. રાજસ્થાન રોયલ્સે પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 203 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં એમએસ ધોનીની ટીમ 170 રન જ બનાવી શકી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી શિવમ દુબેએ 52 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો ન હતો. બીજી તરફ રાજસ્થાન તરફથી બોલિંગમાં એડમ ઝેમ્પાએ 3 અને રવિચંદ્રન અશ્વિને 2 વિકેટ ઝડપી હતી.
ડેવોન કોનવે અને રુતુરાજ ગાયકવાડે સારી શરૂઆત કરી હતી પરંતુ નિર્ણાયક સમયે વિકેટ ગુમાવી
203 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની ઓપનિંગ જોડીએ સારી શરૂઆત આપી હતી. રૂતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની જોડીએ પ્રથમ 3 ઓવરમાં થોડી ધીમી બેટિંગ કરી હતી, પરંતુ તે પછી બંનેએ સાથે મળીને રન બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પ્રથમ 6 ઓવરમાં ટીમ 42 રનના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી હતી, પરંતુ પાવરપ્લેના છેલ્લા બોલ પર કોનવેના રૂપમાં ટીમને મોટો ફટકો લાગ્યો હતો, જે 16 બોલમાં 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો