શોધખોળ કરો

SRH vs LSG: લખનઉએ હૈદરાબાદને સાત વિકેટથી હરાવ્યું, પ્રેરક અને પૂરનનું દમદાર પ્રદર્શન

હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. તેણે અત્યાર સુધી 10 મેચ રમી છે

LIVE

Key Events
SRH vs LSG: લખનઉએ હૈદરાબાદને સાત વિકેટથી હરાવ્યું, પ્રેરક અને પૂરનનું દમદાર પ્રદર્શન

Background

Sunrisers Hyderabad vs Lucknow Super Giants, IPL 2023 Live: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023 ની 58મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટક્કર જોવા મળી શકે છે. હૈદરાબાદ અને લખનઉની ટીમો આ સીઝનમાં બીજી વખત આમને-સામને થશે. છેલ્લી મેચમાં હૈદરાબાદને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. લખનઉએ શાનદાર જીત નોંધાવી હતી. પરંતુ આ મેચમાં હૈદરાબાદના ખેલાડીઓ વિજય નોંધાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. તેણે અત્યાર સુધી 10 મેચ રમી છે. આ દરમિયાન તેણે 4 જીત મેળવી છે. જ્યારે 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. અદીન માર્કરામની કપ્તાનીવાળી હૈદરાબાદને છેલ્લી મેચમાં લખનઉએ હાર આપી હતી. પરંતુ આજની મેચમાં હૈદરાબાદના ખેલાડીઓ જોરદાર ટક્કર આપી શકે છે. આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે. અનમોપ્રીત સિંહને તક આપવામાં આવી શકે છે.

19:23 PM (IST)  •  13 May 2023

લખનઉએ હૈદરાબાદને હરાવ્યું

IPL 2023ની 58મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસને 29 બોલમાં 47 રન અને અબ્દુલ સમદે 25 બોલમાં અણનમ 37 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉએ 19.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. યુવા ખેલાડી પ્રેરક માંકડે 45 બોલમાં 64 રનની અણનમ ઇનિંગ રમી હતી. નિકોલસ પૂરને 13 બોલમાં 44 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઇનિસે 25 બોલમાં 40 રનની ઇનિંગ રમી હતી.

આ જીત સાથે લખનઉની ટીમ 12 મેચમાં છ જીત અને પાંચ હાર સાથે ચોથા સ્થાને પહોંચી ગઈ છે. તેના 13 પોઇન્ટ્સ છે.  આ સાથે જ સનરાઈઝર્સ હૈદરાબાદના 11 મેચમાં આઠ પોઈન્ટ છે. આ ટીમ માટે પ્લેઓફનો માર્ગ અત્યંત મુશ્કેલ બની ગયો છે. તેણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. હૈદરાબાદે 11માંથી ચાર મેચ જીતી છે, જ્યારે સાતમાં હારનો સામનો કરવો પડ્યો છે. લખનઉની આગામી બે મેચ મુંબઈ સામે 16 મેના રોજ એકાના ખાતે અને કોલકાતા સામે 20 મેના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. જ્યારે હૈદરાબાદ 15 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે.

18:53 PM (IST)  •  13 May 2023

લખનઉને 69 રનની જરૂર 

15 ઓવર પછી લખનઉએ બે વિકેટ ગુમાવીને 114 રન બનાવ્યા છે. હાલમાં લખનઉને 30 બોલમાં 69 રનની જરૂર છે. માર્કસ સ્ટોઈનિસ 22 બોલમાં 28 રન બનાવીને ક્રિઝ પર છે. પ્રેરક માંકડે IPLમાં તેની ચોથી મેચમાં પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેણે 35 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અત્યાર સુધી બંને વચ્ચે 40 બોલમાં 60 રનની ભાગીદારી થઈ છે.

17:54 PM (IST)  •  13 May 2023

હૈદરાબાદે 183 રનનો ટાર્ગેટ આપ્યો

સનરાઇઝર્સ હૈદરાબાદે લખનઉ સુપરજાયન્ટ્સ સામે 183 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા કંઈ ખાસ કરી શક્યો નહોતો અને માત્ર સાત રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી અનમોલપ્રીત સિંહ અને રાહુલ ત્રિપાઠીએ બીજી વિકેટ માટે 37 રનની ભાગીદારી કરી હતી.

ત્રિપાઠી 13 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 20 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી અનમોલપ્રીતે કેપ્ટન એડન માર્કરામ સાથે ત્રીજી વિકેટ માટે 26 રનની ભાગીદારી કરી હતી. અનમોલપ્રીત 27 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 36 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કૃણાલ પંડ્યાએ 13મી ઓવરમાં સતત બે બોલમાં એડન માર્કરામ અને ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યા હતા. માર્કરામ 20 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 28 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે ફિલિપ્સ ખાતું પણ ખોલી શક્યો નહોતો.

આ પછી હેનરિક ક્લાસને અબ્દુલ સમદ સાથે છઠ્ઠી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. ક્લાસન અડધી સદી ચૂકી ગયો અને 29 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 47 રન બનાવીને આઉટ થયો. અબ્દુલ સમદ 25 બોલમાં એક ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 37 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભુવનેશ્વર કુમાર બે રન બનાવીને અણનમ રહ્યો હતો.

16:55 PM (IST)  •  13 May 2023

હૈદરાબાદને ક્લાસેન પાસેથી આશા 

16 ઓવર બાદ હૈદરાબાદે પાંચ વિકેટ ગુમાવીને 145 રન બનાવ્યા છે. હાલમાં હેનરિક ક્લાસેન 20 બોલમાં 39 રન અને અબ્દુલ સમદ 11 બોલમાં 10 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે. અત્યાર સુધી બંને વચ્ચે 22 બોલમાં 30 રનની ભાગીદારી થઈ છે.

16:54 PM (IST)  •  13 May 2023

હૈદરાબાદની અડધી ટીમ પેવેલિયન પરત ફરી

13મી ઓવરમાં હૈદરાબાદની ટીમને 115ના સ્કોર પર બે ઝટકા લાગ્યા હતા. લખનઉના કેપ્ટન કૃણાલ પંડ્યાએ સતત બે બોલમાં એડન માર્કરામ અને ગ્લેન ફિલિપ્સને પેવેલિયન મોકલ્યા હતા. આ ઓવરના પહેલા બોલ પર ક્રુણાલે માર્કરામને વિકેટકીપર નિકોલસ પૂરન દ્વારા સ્ટમ્પ કરાવ્યો હતો. તે 20 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 28 રન બનાવી શક્યો હતો. આ પછી કૃણાલે બીજા બોલ પર ફિલિપ્સને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. હૈદરાબાદનો સ્કોર 13 ઓવર પછી પાંચ વિકેટે 117 રન છે. અબ્દુલ સમદ અને હેનરિક ક્લાસેન હાલમાં ક્રિઝ પર છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Embed widget