IPL 2023: શાર્દુલ ઠાકુર, રિંકુ સિંહની તોફાની બેટિંગ જોઈ ઉછળી પડી સુહાના ખાન, વીડિયો થયો વાયરલ
IPL 2023: કોલકાતા નાઈટ રાઈડર્સની સિઝનની પ્રથમ જીત છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સિઝનમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો.
IPL 2023: IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે હતી, પરંતુ શાહરૂખ ખાનની ટીમે RCBને ખરાબ રીતે હરાવ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 205 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ફાફ ડુપ્લેસીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 17.4 ઓવરમાં માત્ર 123 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે કોલકાતા નાઈટ રાઈડર્સે મેચ 81 રને જીતી લીધી હતી. જો કે, કોલકાતા નાઈટ રાઈડર્સની સિઝનની પ્રથમ જીત છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સિઝનમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 7 વિકેટે 204 રન બનાવ્યા હતા. આ રીતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મેચ જીતવા માટે 205 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી શાર્દુલ ઠાકુરે સૌથી વધુ રન બનાવ્યા હતા. આ બેટ્સમેને માત્ર 29 બોલમાં 68 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.
Some beautiful spectators at #EdenGardens tonight #ShahRukhKhan #SuhanaKhan #ShanayaKapoor #PoojaDadlani #AmiKKR pic.twitter.com/bM76hGSXJi
— 👸Sharania Jhanvi𓀠 (@SharaniaJ) April 6, 2023
શાર્દુલ અને રિંકુ બંનેએ મળીને સ્કોર 192 રન સુધી પહોંચાડ્યો હતો. રિંકુ અને ઠાકુરની તોફાની બેટિંગના આધારે KKR RCBને 205 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી. જે રીતે બંનેએ KKRની ઇનિંગ્સને આગળ ધપાવી હતી. કોલકાતાના આખા ઈડન ગાર્ડનમાં બંનેના નામ ગુંજવા લાગ્યા. આ મેચ જોવા માટે સુહાના પણ સ્ટેડિયમમાં હાજર હતી અને બંનેની બેટિંગ જોઈને સુહાના કૂદવા લાગી.
How old he's looking and Suhana khan also in Eden garden #EdenGardens #KKRvRCB #SRK #Suhanakhan pic.twitter.com/PNzffi1hvz
— Mohan Yesansure (@MohanYesne) April 6, 2023
કોહલીની વિકેટની ઉજવણી
સુહાનાના ચહેરા પરની ખુશી જોવા જેવી હતી. શાર્દુલ અને રિંકુની બેટિંગ પર સુહાનાની પ્રતિક્રિયા ખૂબ વાયરલ થઈ રહી છે. આટલું જ નહીં, જ્યારે સુનીલ નારાયણે RCB સ્ટાર વિરાટ કોહલીને બોલ્ડ કર્યો ત્યારે સુહાના અને શનાયા કપૂરે હાથ ઊંચા કરીને તેની વિકેટની ઉજવણી કરી હતી. આ મેચમાં સ્ટાર કિડ્સનો ઘણો દબદબો રહ્યો હતો. સુહાના અને શનાયા ઘણી વખત મેચનો આનંદ માણતાં કેમેરામાં કેદ થયા હતા.
Attended the match at the Eden Gardens.#KKRvsRCB pic.twitter.com/Vu66i5EVvO
— Suhana Khan (@BeingSuhanakhan) April 6, 2023
#SuhanaKhan स्पेशल ❤️🔥 pic.twitter.com/qTLGJQiqtl
— Nirmal Kumar🇮🇳 (@nirmalkwt9) April 6, 2023