શોધખોળ કરો

RCB vs RR Eliminator: વિરાટ કોહલીને મળી ધમકી, આરસીબીએ પ્રેક્ટિસ કરી કેન્સલ, પોલીસે 4 લોકોની કરી ધરપકડ

રાજસ્થાન અને બેંગ્લોરની ટીમો નોકઆઉટ મેચ રમશે. જે ટીમ આ મેચ જીતશે તે બીજા ક્વોલિફાયરમાં પ્રવેશ કરશે.

RCB vs RR Eliminator: IPL 2024 ની એલિમિનેટર મેચ બુધવારે (Ipl 2024 eliminator)  અમદાવાદમાં (Ahmedabad) રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RR vs RCB) વચ્ચે રમાવાની છે. આરસીબીએ આ મેચ પહેલા પ્રેક્ટિસ રદ કરી હતી. એક રિપોર્ટ અનુસાર વિરાટ કોહલી (virat kohli) પર ખતરો છે. જેના કારણે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસની સાથે પ્રેસ કોન્ફરન્સ પણ રદ્દ કરવામાં આવી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

પ્રેસ કોન્ફરન્સ પણ કરી કેન્સલ

બુધવારે સાંજે રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે મેચ રમાવાની છે. આ મેચ પહેલા RCBએ પ્રેક્ટિસ સેશન રદ્દ કરી દીધું હતું. આ સાથે બંને ટીમોએ પ્રેસ કોન્ફરન્સ પણ રદ્દ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસને તેઓ આતંકવાદી હોવાની શંકા છે. કોહલી પર ખતરાની છાયા છવાઈ રહી છે. કોહલીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ રદ કરવામાં આવી હતી.

જીતનારી ટીમ બીજી ક્વોલિફાયર રમશે

રાજસ્થાન અને બેંગ્લોરની ટીમો નોકઆઉટ મેચ રમશે. જે ટીમ આ મેચ જીતશે તે બીજા ક્વોલિફાયરમાં પ્રવેશ કરશે. અહીં તેનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે થશે. IPL 2024નો બીજો ક્વોલિફાયર 24 મેના રોજ રમાશે. આ પછી ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાશે. ફાઈનલ મેચ 26 મેના રોજ ન્નાઈમાં રમાશે. એલિમિનેટર મેચમાં હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

આરસીબીનો કેવો છે દેખાવ

જો આ સિઝનમાં આરસીબીના પ્રદર્શન પર નજર કરીએ તો, ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. આરસીબીએ 14 મેચ રમી અને 7માં જીત મેળવી. તેણે છેલ્લી લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. RCBને બે મેચ રમ્યા બાદ સતત છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ પછી તેણે શાનદાર વાપસી કરી હતી. રાજસ્થાનની વાત કરીએ તો તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે છે. તેણે 14 મેચ રમી અને 8માં જીત મેળવી. રાજસ્થાનને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે તે એલિમિનેટરમાં RCB સામે મેદાનમાં ઉતરશે.

વિરાટ કોહલી છે શાનદાર ફોર્મમાં

આ સિઝનમાં અત્યાર સુધી વિરાટ કોહલીએ 14 મેચમાં 708 રન બનાવ્યા છે. જો રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફાઇનલમાં પહોંચશે તો વિરાટ કોહલી પાસે પોતાનો જૂનો રેકોર્ડ તોડવાની તક રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Embed widget