IPL 2024 : 454 દિવસ બાદ ઋષભ પંતે IPL 2024ની મેચમાં કરી વાપસી, દર્શકોએ શાનદાર અંદાજમાં કર્યું સ્વાગત, જુઓ વીડિયો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) ની 17મી સીઝનની બીજી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (PBKS vs DC) વચ્ચે મોહાલીમાં રમાઈ રહી છે. મેચમાં શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
IPL 2024 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) ની 17મી સીઝનની બીજી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (PBKS vs DC) વચ્ચે મોહાલીમાં રમાઈ રહી છે. મેચમાં શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સ્ટેડિયમમાં હાજર તમામ દર્શકો ઋષભ પંતની બેટિંગ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને ડેવિડ વોર્નરના આઉટ થયા બાદ તે મેદાનમાં આવતા જ સ્ટેડિયમમાં નજારો જોવા જેવો હતો.
Look who is out in the middle to bat 💙
— IndianPremierLeague (@IPL) March 23, 2024
Follow the match ▶️ https://t.co/ZhjY0W03bC #TATAIPL | #PBKSvDC | @DelhiCapitals | @RishabhPant17 pic.twitter.com/YdRt1lh6be
તમને જણાવી દઈએ કે ડાબા હાથનો વિકેટકીપર-બેટ્સમેન ડિસેમ્બર 2022માં એક ભયાનક માર્ગ અકસ્માતનો શિકાર બન્યો હતો, જેમાં તેને ઘણી ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ પંતને ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને મેદાનમાં વાપસી માટે ઘણા મહિનાઓ સુધી નેશનલ ક્રિકેટ એકેડમીમાં સખત મહેનત કરવી પડી હતી.
IPLની 17મી સિઝન શરૂ થવાના થોડા દિવસો પહેલા જ BCCIની મેડિકલ ટીમે તેને ફિટ જાહેર કર્યો હતો. 454 દિવસની લાંબી રાહ જોયા બાદ પંત આખરે આજે મેદાનમાં પરત ફર્યો હતો. કુલ 74 રન પર જ્યારે ડીસીને ડેવિડ વોર્નરની વિકેટના રૂપમાં બીજો ઝટકો લાગ્યો ત્યારે પંત બેટિંગ કરવા આવ્યો હતો. પંત મેદાનમાં આવતા જ લોકોએ તેને ઉભા થઈને સન્માન આપ્યું હતું.
જ્યારે તે મેદાનમાં પ્રવેશ્યો ત્યારે સ્ટેડિયમમાં હાજર તમામ દર્શકોએ ઉભા થઈને તાળીઓ પાડીને તેને પ્રોત્સાહિત કર્યો અને તેના પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો. મોટા પડદા પર લખવામાં આવ્યું હતું, 'જણાવો કોણ પાછું આવ્યું?' આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન
ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, શાઈ હોપ, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), રિકી ભુઈ, ટ્રીસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ અને ઈશાંત શર્મા.
પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન
શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, સેમ કુરાન, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ અને શશાંક સિંહ.