IPL 2024 Schedule: ચૂંટણીની વચ્ચે IPLના બીજા ફેઝનું શિડ્યૂલ જાહેર, ફાઇનલ ચેન્નાઇમાં રમાશે, જુઓ સંપૂર્ણ ડિટેલ્સ....
હવે ફાઇનલ મેચ સુધીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ફાઈનલ મેચ 26 મે 2024ના રોજ ચેન્નાઈમાં રમાશે
IPL 2024 Schedule: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ના બીજા તબક્કાનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આઈપીએલની આ 17મી સિઝન છે અને તેની શરૂઆત 22મી માર્ચથી થઈ હતી. થોડા દિવસો પહેલા 17મી સિઝનના પ્રથમ તબક્કાનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 22 માર્ચથી 7 એપ્રિલ સુધીની મેચોનો સમાવેશ થાય છે.
હવે ફાઇનલ મેચ સુધીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ફાઈનલ મેચ 26 મે 2024ના રોજ ચેન્નાઈમાં રમાશે. ઉપરાંત પ્લેઓફની પ્રથમ ક્વૉલિફાયર મેચ 21 મેના રોજ અને એલિમિનેટર મેચ 22 મેના રોજ અમદાવાદમાં રમાશે. તેમજ બીજી ક્વોલિફાયર મેચ 24 મેના રોજ ચેન્નાઈમાં રમાશે.
IPLમાં ફાઇનલ મેચ ઘણીવાર ડિફેન્ડિંગ ચેમ્પિયનના હોમ ગ્રાઉન્ડ પર રમાય છે. તેથી, આ વર્ષે ફાઇનલ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ એટલે કે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનમાં લીગ રાઉન્ડની 70 મેચો અને પ્લેઓફની 4 મેચો સહિત 74 મેચો રમાશે.
The wait is finally over! 😍
— Star Sports (@StarSportsIndia) March 25, 2024
Here's the complete TATA #IPL2024 schedule! Mark your calendars 📅 and don't miss out on the non-stop cricket excitement 🔥
Tune-in to #IPLOnStar, LIVE, Only on Star Sports pic.twitter.com/9XopOFs6ir
લોકસભાની ચૂંટણીને કારણે આ વર્ષે બે ફેઝનું IPLનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે.
પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. લોકસભા માટે મતદાન બે મહિનાથી વધુ સમય સુધી ચાલશે. તેથી, IPL 2024ના બીજા તબક્કાનું શિડ્યૂલ ચૂંટણીના તબક્કા અને મતદાનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.