શોધખોળ કરો

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!

એક મીડિયા રિપોર્ટ અનુસાર, આગામી ત્રણ સીઝનની તારીખો જાહેર કરવામાં આવી છે. 2025ની સીઝન 14 માર્ચથી 25 મે સુધી રમાશે.

IPL 2025 Start Date: આ દિવસોમાં IPL 2025 મેગા ઓક્શનને લઇને લોકોમાં ઉત્સાહ છે. દરમિયાન IPL 2025ની શરૂઆતની તારીખ જાહેર કરવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આગામી ત્રણ સીઝનની તારીખો જાહેર કરવામાં આવી છે. 2025ની સીઝન 14 માર્ચથી 25 મે સુધી રમાશે. 2026ની સિઝન 14 માર્ચથી શરૂ થશે અને ફાઈનલ 25 મેના રોજ રમાશે. આ સિવાય IPL 2027 ની તારીખ પણ જાહેર કરવામાં આવી છે, જે 14 માર્ચથી શરૂ થશે અને 30 મે સુધી ચાલશે.

ઈએસપીએન ક્રિકઈન્ફોના એક રિપોર્ટ અનુસાર, તમામ ફ્રેન્ચાઈઝીને ઈ-મેલ દ્વારા આગામી ત્રણ સીઝનની શરૂઆતની તારીખો વિશે જાણ કરવામાં આવી હતી. આ તારીખો પર સત્તાવાર પુષ્ટી ખૂબ જ ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. છેલ્લી ત્રણ સીઝનની જેમ આઈપીએલ 2025ની સીઝનમાં પણ કુલ 74 મેચો રમાશે. આ સાથે આગામી સીઝનમાં મેચોની સંખ્યા વધારી શકાય છે. IPL 2026માં 84 મેચો રમાશે અને 2027ની સીઝનમાં મેચોની સંખ્યા વધારીને 94 કરવામાં આવી શકે છે. મેચોની સંખ્યામાં વધારો થવાનું કારણ મીડિયા અધિકારો હોઈ શકે છે. જો આપણે IPL 2024ને યાદ કરીએ તો આ ટૂર્નામેન્ટ 22 માર્ચથી 26 મે સુધી શરૂ થઈ હતી, જેમાં KKRએ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.

IPLની તમામ 10 ફ્રેન્ચાઇઝીઓ માટે સારા સમાચાર છે કે લગભગ તમામ ICC સભ્ય દેશોએ તેમના ખેલાડીઓને આગામી ત્રણ સીઝન માટે IPLમાં રમવાની મંજૂરી આપી છે. નોંધનીય છે કે 2025ની મેગા ઓક્શન પહેલા BCCIએ એક નવો નિયમ જાહેર કર્યો હતો. આ અંતર્ગત જો કોઈ વિદેશી ખેલાડી મેગા ઓક્શનનો ભાગ નહીં લે તો તે આગામી બે સીઝન રમી શકશે નહીં. બીજી તરફ હરાજીમાં ખરીદ્યા પછી જો કોઈ વિદેશી ખેલાડી પોતાનું નામ પાછું ખેંચે છે તો તેના પર બે વર્ષનો પ્રતિબંધ લગાવવાની જોગવાઈ છે.                                                

IPLની તમામ 17 સિઝનમાં આ ખેલાડીઓ રહ્યાં છે સૌથી મોંઘા, મળી છે કરોડોની કિંમત, જુઓ લિસ્ટ...

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

Embed widget