IPL 2025નું ટાઇટલ જીતશે મુંબઇ ઇન્ડિયન્સ? જીતની પેટર્નથી લઇને જીતના આંકડા આપી રહ્યા છે સંકેત
Mumbai Indians Win In IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને તેમના જ ઘરમાં કારમી હાર આપી છે.

Mumbai Indians Win In IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને તેમના જ ઘરમાં કારમી હાર આપી છે. મુંબઈએ રાજસ્થાનને 100 રનથી હરાવ્યું હતું. આ IPLની આ સીઝનમાં મુંબઈનો સતત છઠ્ઠો વિજય છે. મુંબઈની જીતનો આ આંકડો ટીમને IPL 2025 ટ્રોફીની નજીક લઈ જઈ રહ્યો છે. આ સીઝનમાં ટીમની શરૂઆત સારી નહોતી, પરંતુ MI એ આ ટુર્નામેન્ટમાં શાનદાર વાપસી કરી છે.
𝗧𝗵𝗲 𝗳𝗲𝗲𝗹𝗶𝗻𝗴 𝗼𝗳 𝗲𝗾𝘂𝗮𝗹𝗶𝗻𝗴 𝗼𝘂𝗿 𝗺𝗼𝘀𝘁 𝗰𝗼𝗻𝘀𝗲𝗰𝘂𝘁𝗶𝘃𝗲 𝘄𝗶𝗻𝘀 (𝟲) 𝗿𝗲𝗰𝗼𝗿𝗱 🤩#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #RRvMI pic.twitter.com/5REMjye81o
— Mumbai Indians (@mipaltan) May 1, 2025
શું MI 2017 ના આંકડાઓનું પુનરાવર્તન કરશે?
આ પહેલી વાર નથી જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે સતત 6 વખત જીતવાની આ સિદ્ધિ હાંસલ કરી હોય. મુંબઈએ 2017ની આઈપીએલ ટુર્નામેન્ટમાં પણ સતત છ મેચ જીતી હતી. 2017માં મુંબઈએ માત્ર સતત છ મેચ જીતી ન હતી પરંતુ તે વર્ષે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમે ટાઇટલ પણ જીત્યું હતું. આ આંકડાઓએ ફરી એકવાર એવા સંકેત આપે છે કે શું મુંબઈ 2025માં ફરી એકવાર 2017ના આંકડાઓનું પુનરાવર્તન કરી શકશે.
𝐓𝐡𝐞 𝐜𝐥𝐢𝐦𝐛 𝐢𝐬 𝐨𝐧! 📈 pic.twitter.com/mhqnupdXiP
— Mumbai Indians (@mipaltan) May 1, 2025
મુંબઈ પોઈન્ટ ટેબલમાં ટોચ પર
મુંબઈ ઈન્ડિયન્સે સતત છ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. મુંબઈએ અત્યાર સુધીમાં કુલ 11 મેચ રમી છે, જેમાં ટીમે 7 મેચ જીતી છે અને માત્ર 4 મેચ હારી છે. આ સાત જીત સાથે હાર્દિક પંડ્યાની ટીમના 14 પોઈન્ટ થયા છે. આ 14 પોઈન્ટ સાથે મુંબઈએ પોઈન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની બરાબરી કરી લીધી છે. પરંતુ મુંબઈનો નેટ રન રેટ (NRR) બેંગલુરુ કરતા સારો છે, તેથી IPL પોઈન્ટ ટેબલમાં મુંબઈ પ્રથમ સ્થાને છે અને RCB બીજા સ્થાને છે.
મુંબઈ ઈન્ડિયન્સની આખી ટીમ જબરદસ્ત ફોર્મમાં છે. ટીમની બેટિંગમાં રિયાન રિકેલ્ટન અને રોહિત શર્મા શાનદાર ઓપનિંગ આપી રહ્યા છે. જ્યારે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા મિડલ ઓર્ડર્સમાં જવાબદારી સંભાળી રહ્યા છે. ટીમની બોલિંગ હંમેશા તાકાત રહી છે. મુંબઈની બોલિંગ લાઇન-અપમાં ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને કર્ણ શર્મા જેવા ઘણા મોટા નામનો સમાવેશ થાય છે.




















