શોધખોળ કરો

IPL 2025: પ્લેઓફ માટે આઠ ટીમો છે રેસમાં, કઇ ટીમે કેટલી મેચ જીતવી પડશે? જાણો તમામ ટીમોનું સમીકરણ

IPL 2025 playoffs scenario: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025માં 54 મેચ રમાઈ છે. હવે દરેક મેચ પ્લેઓફ માટે મહત્વપૂર્ણ છે

IPL 2025 playoffs scenario: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025માં 54 મેચ રમાઈ છે. હવે દરેક મેચ પ્લેઓફ માટે મહત્વપૂર્ણ છે. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે જ્યારે 8 ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. પ્લેઓફમાં પહોંચવા માટે બધી ટીમોના સમીકરણ જાણો.

રવિવારે ડબલ હેડર મેચો પછી પ્લેઓફ માટેની લડાઈ વધુ રોમાંચક બની ગઈ છે. પહેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું હતું. બીજી મેચમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું.

RCB અને PBKS ને શું કરવાની જરૂર છે

રજત પાટીદારના કેપ્ટનશીપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, તેણે 11 માંથી 8 મેચ જીતી છે અને 16 પોઈન્ટ ધરાવે છે. પરંતુ ટીમ હજુ સુધી પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ નથી તેને વધુ એક મેચ જીતવી પડશે. પંજાબ કિંગ્સે 11 માંથી 7 મેચ જીતી છે અને 1 મેચ રદ કરવામાં આવી હતી, ટીમના 15 પોઈન્ટ છે અને તે બીજા સ્થાને છે. વધુ એક મેચ જીતીને તેઓ 17 પોઈન્ટ પર પહોંચી જશે પછી તેમના માટે પ્લેઓફમાં પહોંચવું સરળ બનશે પરંતુ હાલમાં 5 ટીમો એવી છે જે 18 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, આવી સ્થિતિમાં તેમને 3 માંથી 2 મેચ જીતવાની જરૂર છે.

મુંબઇ, ગુજરાત અને દિલ્હી વચ્ચે જોરદાર સ્પર્ધા

મુંબઈ ઇન્ડિયન્સે 11 માંથી 7 મેચ જીતી છે અને તેનો નેટ રન રેટ શ્રેષ્ઠ (1.274) છે. ટીમ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ટીમને 3 માંથી ઓછામાં ઓછી 2 મેચ જીતવાની જરૂર છે, જો તેનો નેટ રન રેટ સારો રહેશે તો તે 18 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચશે તે નિશ્ચિત છે. ગુજરાત ટાઇટન્સની હજુ 4 મેચ બાકી છે, જેમાંથી તેમને 3 મેચ જીતવાની છે. બે જીત સાથે તે 18 પોઈન્ટ પૂર્ણ કરશે, પરંતુ હાલમાં ટીમો 18 પોઈન્ટ સાથે ક્વોલિફાય થઈ શકતી નથી.

દિલ્હી કેપિટલ્સ વિશે વાત કરીએ તો સતત બે મેચ હાર્યા બાદ ટીમ પર દબાણ છે. તેણે 10 માંથી 6 મેચ જીતી છે અને 12 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. હાલમાં તેમને ચારેય મેચ જીતવી પડશે પરંતુ ત્રણ મેચ જીતીને પણ તેમની પાસે પ્લેઓફમાં પહોંચવાની તક રહેશે.

કોલકત્તા અને લખનઉ માટે આશા અકબંધ

રવિવારે રાજસ્થાનને હરાવીને કોલકાતાએ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. 11 મેચ બાદ તેના 11 પોઈન્ટ છે, તેની ૩ મેચ બાકી છે અને તે બધી મેચ જીતીને 17 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, તેમને બધી મેચ જીતવી પડશે, જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સ હવે કોલકત્તાથી પણ પાછળ રહી ગયું છે. હારની હેટ્રિક બાદ ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને આવી ગઈ છે, તેના 10 પોઈન્ટ છે અને હજુ 3 મેચ બાકી છે. લખનઉએ ત્રણેય મેચ જીતવી પડશે, તેમ છતાં તેનું પ્લેઓફમાં પહોંચવું નિશ્ચિત નથી પરંતુ અન્ય ટીમોના પરિણામો સમીકરણ બદલી શકે છે.

હૈદરાબાદ પાસે પ્લેઓફમાં પહોંચવાની ખૂબ જ ઓછી શક્યતા છે

સનરાઇઝર્સ હૈદરાબાદ 10 માંથી માત્ર 3 મેચ જીતી શક્યું છે, તેની 4 મેચ બાકી છે અને બધી જીત્યા પછી પણ તે ફક્ત 14 પોઇન્ટ સુધી પહોંચી શકે છે. જો દિલ્હી કેપિટલ્સ આજે તેમને હરાવે છે, તો તેઓ સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. બધી મેચ જીત્યા પછી પણ તેને અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે.

IPL 2025ના પ્લેઓફમાંથી બહાર થનારી ટીમો

ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ આઇપીએલ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે. રાજસ્થાન 12માંથી 9 મેચ હારી ગયું છે જ્યારે ચેન્નઇ 11 માંથી 9 મેચ હારી ગયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget