શોધખોળ કરો

IPL Auction 2024 Live Streaming: ક્યારે, ક્યાં ને કઇ રીતે જોઇ શકશો આઇપીએલ ઓક્શન લાઇવ, જાણો ફૂલ ડિટેલ્સ....

ભારતીય ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર IPL હરાજીનું જીવંત પ્રસારણ જોઈ શકે છે. જો કે, તમે Disney Plus Hotstar પર IPL ઓક્શનનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો નહીં

IPL Auction Live Streaming & Venue: IPL ઓક્શન 2024 આવતીકાલે 19 ડિસેમ્બરે યોજાવાની છે. પ્રથમ વખત આઈપીએલની હરાજી વિદેશી ધરતી પર યોજાઈ રહી છે. દુબઈ આઈપીએલની હરાજીનું આયોજન કરશે. આ હરાજીમાં કુલ 333 ખેલાડીઓ હશે. આઈપીએલની હરાજીમાં કેટલાય મોટા નામો પર નજર રહેશે, પરંતુ ઉભરતા સ્ટાર્સ રચીન રવિન્દ્ર અને અઝમતુલ્લા ઉમરાઝાઈ પર રૂપિયાનો વરસાદ થઈ શકે છે. આ ખેલાડીઓએ તાજેતરમાં વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આઇપીએલ ઓક્શન લાઇવ કઇ રીતે જોશો ?
ભારતીય ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર IPL હરાજીનું જીવંત પ્રસારણ જોઈ શકે છે. જો કે, તમે Disney Plus Hotstar પર IPL ઓક્શનનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો નહીં. ખરેખર, ચાહકો Jio સિનેમા એપ પર હરાજીની લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. આ ઉપરાંત Jio સિનેમાની વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે. ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે હરાજી શરૂ થશે.

પ્રથમ વખત આઈપીએલની હરાજી ભારતની બહાર વિદેશની ધરતી પર યોજાઈ રહી છે. મંગળવારે દુબઈના કોકાકોલા એરેના ખાતે હરાજી યોજાવાની છે.

ખેલાડીઓને રિલીઝ કર્યા બાદ ટીમોની પાસે કેટલા રૂપિયા -

RCB - 40.75 કરોડ
SRH - 34 કરોડ
KKR - 32.7 કરોડ
CSK - 31.4 કરોડ
PBKS - 29.1 કરોડ
DC - 28.95 કરોડ
MI - 15.25 કરોડ
RR - 14.5 કરોડ
LSG - 13.9 કરોડ
GT - 13.85 કરોડ

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે 40.75 કરોડનું પર્સ છે. ખરેખરમાં, આ ટીમે 11 ખેલાડીઓને મુક્ત કર્યા હતા. તેમાં જૉશ હેઝલવુડ, વાનિંદુ હસરંગા, હર્ષલ પટેલ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવિડ વિલી, વેઈન પાર્નેલ, સોનુ યાદવ, અવિનાશસિંહ, સિદ્ધાર્થ કૌલ અને કેદાર જાધવનો સમાવેશ થાય છે. તે જ સમયે, આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે 34 કરોડ રૂપિયા છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ 32.7 કરોડના પર્સ સાથે હરાજીમાં ઉતરશે. ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનું પર્સ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પાસે અનુક્રમે 31.4 કરોડ, 29.1 કરોડ, 28.95 કરોડ અને 15.25 કરોડ બાકી છે. આ ઉપરાંત રાજસ્થાન રોયલ્સ પાસે 14.5 કરોડ રૂપિયાનું પર્સ છે.

કેમ અચાનક જ હાર્દિક પંડ્યાને મુંબઇનો કેપ્ટન બનાવી દેવાયો ? રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

IPL 2024 પહેલા જ એક મોટા સમાચાર સામે આવ્યા અને બધા ચોંકી ગયા, આઇપીએલ 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મોટો ફેરફાર કરીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. લોકોની નજરમાં આ નિર્ણય ભલે રાતોરાત થઈ ગયો હોય, પરંતુ અંદરનું સત્ય અલગ છે. હાર્દિકને કેપ્ટન બનાવવાની યોજના જૂની હતી. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હાર્દિક પંડ્યા કેપ્ટનશીપની શરતે જ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો હતો. મુંબઈ પરત ફરતા પહેલા હાર્દિક ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો. 'ઈન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરતી વખતે શરત મૂકી હતી કે જ્યારે તેને ટીમની કમાન સોંપવામાં આવશે ત્યારે જ તે MIમાં આવશે. વસ્તુઓ યોજના મુજબ થઈ. પહેલા હાર્દિકે મુંબઈ ઈન્ડિયન્સમાં પુનરાગમન કર્યું અને પછી ગયા શુક્રવારે (15 ડિસેમ્બર) તેને ઓફિશિયલી રીતે રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો, પરંતુ લોકોને બતાવવામાં આવ્યું કે આ નિર્ણય તરત જ લેવામાં આવ્યો છે.

હાર્દિકે મુંબઇથી કરી હતી શરૂઆત, બે વર્ષ રહ્યો ગુજરાતનો કેપ્ટન 
હાર્દિક પંડ્યાએ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. તે 2021 સુધી મુંબઈનો ભાગ રહ્યો. પરંતુ 2022ની મેગા ઓક્શનમાં તેને ગુજરાત ટાઇટન્સે ખરીદીને કેપ્ટન બનાવ્યો હતો. હાર્દિકે તેની કપ્તાની હેઠળ ગુજરાતને પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનાવ્યું હતું અને પછી બીજી સિઝનમાં હાર્દિકની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ રનર અપ બની હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget