IPL ના ઈતિહાસમાં સૌથી ફાસ્ટ બોલ ફેંકનારા ટોપ-5 બોલર, જાણો કેટલા નંબર પર છે મયંક યાદવ
આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ હજુ પણ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોન ટેટના નામે છે, જેણે 2011માં 157.71 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો.

IPL history top 5 fastest delivery: આઈપીએલ શરૂઆતથી જ રનના વરસાદ કરવા માટે જાણીતી છે, પરંતુ આપણે તે ઝડપી બોલરોને કેવી રીતે ભૂલી શકીએ કે જેમણે પોતાની ગતિથી બોલિંગમાં આગ લગાવી દીધી. આ લીગમાં ઘણા એવા બોલર છે જે ફાસ્ટ બોલિંગ કરે છે, જેને જોઈને બેટ્સમેન ડરી જાય છે અને દર્શકો દંગ રહી જાય છે.
આ વર્ષે, લખનૌ સુપર જાયન્ટ્સે 21 વર્ષીય મયંક યાદવના રૂપમાં એક છુપાયેલ રત્ન શોધી કાઢ્યું છે, જેણે પોતાની બોલિંગથી ક્રિકેટ જગતમાં તોફાન મચાવ્યું છે. પંજાબ કિંગ્સ સામે તેનું ડેબ્યૂ શાનદાર જ નહીં પરંતુ ઐતિહાસિક પણ બન્યું હતું.
IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકનાર ટોપ-5 બોલરો
આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ હજુ પણ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોન ટેટના નામે છે, જેણે 2011માં 157.71 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. ન્યુઝીલેન્ડના લોકી ફર્ગ્યુસન 157.3 kmph સાથે બીજા સ્થાને છે. તેના પછી ભારતના ઉમરાન મલિક 157 કિમી પ્રતિ કલાક સાથે ત્રીજા સ્થાને છે. એનરિક નોર્ટજે 156.22 કિમી પ્રતિ કલાકની સ્પીડ સાથે ચોથા નંબરે છે અને ઉમરાન 156 કિમી પ્રતિ કલાકની સ્પીડ સાથે ફરીથી પાંચમા નંબરે છે. એટલે કે મયંક યાદવ અત્યારે ટોપ ફાઈવમાં નથી.
તો પછી મયંક યાદવ કયો નંબર છે ?
150ની સ્પીડથી સતત બોલિંગ કરીને મયંકે માત્ર વિપક્ષી ટીમને જ પરેશાન કરી નથી. હકીકતમાં, તે IPL 2024 ના અત્યાર સુધીના સૌથી ઝડપી બોલના ચાર્ટમાં પણ ટોચ પર પહોંચી ગયો છે. તેનો 155.8 કિમી પ્રતિ કલાકનો બોલ માત્ર સિઝનનો સૌથી ઝડપી બોલ જ નહોતો, પરંતુ તેણે રાજસ્થાન રોયલ્સના નાન્દ્રે બર્જરના 153 કિમી પ્રતિ કલાકના અગાઉના શ્રેષ્ઠ બોલને પણ પાછળ છોડી દીધો હતો. IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ નાખવાના મામલે મયંક યાદવ હવે છઠ્ઠા સ્થાને આવી ગયો છે.
આઈપીએલ 2024માં મયંક યાદવનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. 22 વર્ષના ફાસ્ટ બોલરે આઈપીએલમાં 2024માં સૌથી ફાસ્ટ બોલિંગ નાંખી ધમાલ મચાવી દીધી છે. 155.8ની સ્પીડની સાથે બોલિંગ કરી ઈતિહાસ રચી દીધો છો. મયંકે આઈપીએલના ઈતિહાસમાં 155+ની બોલિંગ સાથે ફાસ્ટ બોલિંગ ફેકનાર ભારતનો માત્ર બીજો બોલર બની ગયો છે. તેના પહેલા ઉમરાન મલિકે આ કારનામું કર્યું હતુ. તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2024ની 11મી મેચમાં પોતાની પહેલી જ આઈપીએલ મેચમાં રમી રહેલા મયંક યાદવે ધમાલ મચાવી દીધી છે.





















