શોધખોળ કરો

IPL: સૌથી ઝડપી 100 સિક્સર ફટકારવામાં નિકોલસ પૂરને ક્રિસ ગેઈલને પાછળ છોડ્યો 

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દર વર્ષે રેકોર્ડ બને છે અને તૂટે છે. જો આપણે IPL 2024 પર નજર કરીએ તો લગભગ દરેક મેચમાં કોઈને કોઈ ખેલાડી નવા રેકોર્ડ બનાવી રહ્યા છે.

IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દર વર્ષે રેકોર્ડ બને છે અને તૂટે છે. જો આપણે IPL 2024 પર નજર કરીએ તો લગભગ દરેક મેચમાં કોઈને કોઈ ખેલાડી નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. 2 એપ્રિલના રોજ યોજાયેલી RCB vs LSG મેચમાં નિકોલસ પૂરને તેની IPL કરિયરમાં 100 સિક્સર પૂરી કરી છે. આમ કરવામાં તેણે ઘણા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. પુરને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે માત્ર 21 બોલમાં 40 રનની તોફાની ઈનિંગ રમી હતી, જે દરમિયાન તેણે માત્ર 1 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. નિકોલસ પૂરન હવે એવા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે જેણે આઈપીએલમાં 1 હજારથી ઓછા બોલમાં 100 સિક્સર ફટકારી છે.

સૌથી ઓછા બોલ રમતી વખતે 100 છગ્ગા 

IPLમાં સૌથી ઓછા બોલ રમીને 100 સિક્સર પુરી કરવાનો રેકોર્ડ આન્દ્રે રસેલના નામે છે. રસેલે પોતાની કારકિર્દીમાં માત્ર 658 બોલ રમીને IPLમાં 100 સિક્સર પૂરી કરી હતી. આન્દ્રે રસેલે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં કુલ 200 સિક્સર ફટકારી છે. રસેલ KKR માટે 200 છગ્ગા પૂરા કરવાથી માત્ર 3 હિટ દૂર છે.

આ લિસ્ટમાં આન્દ્રે રસેલ પછી નિકોલસ પૂરન બીજું સ્થાન મેળવ્યું છે. પૂરન 2019 થી આઈપીએલમાં રમી રહ્યો છે અને તેણે 100 સિક્સર પૂરી કરવા માટે 884 બોલ રમ્યા છે. પુરને તેની IPL કરિયરમાં 65 મેચમાં 103 સિક્સર ફટકારી છે. પૂરને IPL 2024માં અત્યાર સુધી માત્ર 3 મેચમાં 12 સિક્સર ફટકારી છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડી ક્રિસ ગેઈલે 100 સિક્સર પૂરી કરવા માટે 944 બોલ રમ્યા હતા. ગેલે તેની IPL કરિયરમાં 357 સિક્સર ફટકારી હતી જે પોતાનામાં એક રેકોર્ડ છે. આ લીગમાં અત્યાર સુધીમાં 300 થી વધુ સિક્સર મારનાર ગેઈલ એકમાત્ર ખેલાડી છે. 

લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 182 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. નિકોલસ પુરને 21 બોલમાં એક ફોર અને પાંચ સિક્સરની મદદથી 40 રનની ઇનિંગ રમી હતી. લખનૌએ છેલ્લી પાંચ ઓવરમાં બે વિકેટ ગુમાવીને 50 રન બનાવ્યા હતા. જેમાં 19મી ઓવરમાં 20 રન અને 20મી ઓવરમાં 13 રન સામેલ છે.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial             
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

Embed widget