શોધખોળ કરો

IPL Auction 2023: આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો કેરેબિયન ખેલાડી બન્યો નિકોલસ પૂરન, જાણો લખનઉની ટીમે કેટલા કરોડમાં ખરીદ્યો ? 

વેસ્ટ ઈન્ડિઝનો વિકેટ કીપર બેટ્સમેન નિકોલસ પૂરન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ઈતિહાસનો પાંચમો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પૂરનને લખનઉની ટીમે  16 કરોડ રૂપિયાની મોટી કિંમતમાં  ટીમમાં સામેલ કર્યો છે.

IPL Auction 2023: વેસ્ટ ઈન્ડિઝનો વિકેટ કીપર બેટ્સમેન નિકોલસ પૂરન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ઈતિહાસનો પાંચમો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પૂરનને લખનઉની ટીમે  16 કરોડ રૂપિયાની મોટી કિંમતમાં  ટીમમાં સામેલ કર્યો છે. પૂરન છેલ્લી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રૂ. 10.75 કરોડની કિંમતે રમ્યો હતો, પરંતુ એક સિઝન બાદ હૈદરાબાદે તેને રિલીઝ કર્યો હતો. પૂરન છેલ્લા કેટલાક સમયથી સતત સંઘર્ષ કરી રહ્યો હતો, તેથી બહુ ઓછા લોકોએ તેને આટલી મોટી કિંમત મળવાની અપેક્ષા રાખી હતી.

દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સે પુરનને ખરીદવા માટે શરૂઆતમાં લડત આપી હતી, પરંતુ બિડ સાત કરોડને વટાવી જતાં જ લખનઉએ એન્ટ્રી લીધી અને પછી તે સતત તેમાં રહી. દિલ્હી અને લખનઉ વચ્ચેની લડાઈ અંત સુધી ચાલુ રહી અને અંતે લખનઉની ટીમે 16 કરોડ રૂપિયાની બોલી સાથે પુરનને કરારબદ્ધ કર્યો. પૂરન લીગ ઈતિહાસનો પાંચમો સૌથી મોંઘો ખેલાડી અને એકંદરે સૌથી મોંઘો કેરેબિયન ખેલાડી બની ગયો છે.

પૂરનનું અત્યાર સુધીનું કરિયર આવું જ રહ્યું છે

પૂરનને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા 2017માં જ સાઈન કરવામાં આવ્યો હતો, પરંતુ તેને 2019માં પંજાબ કિંગ્સ દ્વારા ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી. પૂરન પંજાબ માટે સતત ત્રણ સિઝન રમ્યો હતો. પ્રથમ સિઝનમાં સાત મેચમાં 168 રન અને બીજી સિઝનમાં 14 મેચમાં 353 રન બનાવ્યા બાદ પૂરને ત્રીજી સિઝનમાં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. પૂરને 2021માં 12 મેચમાં આઠ કરતા ઓછી એવરેજથી માત્ર 85 રન બનાવ્યા હતા. આ પછી પંજાબે તેને રિલીઝ કર્યો  અને 2022માં તેણે હૈદરાબાદ માટે 14 મેચમાં 306 રન બનાવ્યા. 

IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો સૈમ કરન

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી સેમ કરન આઇપીએલ ઓક્શનમાં વેચનારો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે, તેને યુવરાજ સિંહ અને ક્રિસ મૉરિસનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

સૌથી ઓછી રકમ કોલકત્તા પાસે

તમામ ફ્રેન્ચાઇઝીની હરાજી પર્સમાં કુલ રકમ 206.5 કરોડ રૂપિયા છે, આમાં સૌથી વધુ રકમ સનરાઇઝર્સ હૈદરબાદ (42.25 કરોડ) અને સૌથી ઓછી કોલકત્તા નાઇટ રાઇડર્સ (7.05 કરોડ) છે. 

સૌથી વધુ સ્લૉટ્સ હૈદરાબાદ પાસે

10 ફ્રેન્ચાઇજી ટીમોની પાસે કુલ 87 ખેલાડીઓની જગ્યા ખાલી છે, આમાં 30 ખેલાડીઓ વિદેશી હોઇ શકે છે. સૌથી વધુ સ્લૉટ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ (13) ની પાસે ખાલી છે, વળી, દિલ્હી કેપિટલ્સને સૌથી ઓછા ખેલાડીઓ (5) પર દાંવ લગાવવાનો છે. 

શૉર્ટલિસ્ટ થયા છે 405 ખેલાડીઓ

શૉર્ટલિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાં 273 ભારતીય અને 132 વિદેશી ખેલાડી હતા, વિદેશી ખેલાડીઓમાં 4 ખેલાડી એસૉસિએટ દેશમાથી છે. આમાં 119 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ ધરાવતા હતા, બાકીના 282 ખેલાડીઓ અનકેપ્ડ હતા, આ સંખ્યામાં એક-બે નંબરનો હેરફેર થઇ શકે છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Health Workers Strike: હડતાળિયા આરોગ્યકર્મીને સરકારે કરી દીધા છૂટ્ટાMahuva Palika : મહુવા પાલિકામાં ભાજપના જ સભ્યોનો બળવો, બજેટ નામંજૂરShare Market News :  સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 150 પોઇન્ટથી વધુનો ઉછાળોAhmedabad Mumbai Train : અમદાવાદ મુબંઈ વચ્ચે ફરી રેલવે વ્યવહાર શરૂ, 5 ટ્રેનો આંશિક રદ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Kunal Kamra Controversy: કુણાલ કામરાની ‘ગદ્દાર’ ટિપ્પણી પર પહેલીવાર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
Kunal Kamra Controversy: કુણાલ કામરાની ‘ગદ્દાર’ ટિપ્પણી પર પહેલીવાર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
DC vs LSG: ઋષભ પંતના કારણે જ દિલ્હી સામે હાર્યુ લખનઉ, મોટી ભૂલનો વીડિયો આવ્યો સામે, જુઓ
DC vs LSG: ઋષભ પંતના કારણે જ દિલ્હી સામે હાર્યુ લખનઉ, મોટી ભૂલનો વીડિયો આવ્યો સામે, જુઓ
Delhi Budget News: યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો
Delhi Budget News: યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો
Embed widget