Hardik Pandya Record Royal Challengers Bangalore vs Gujarat Titans IPL 2022: રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ગઇરાત્રે રોમાંચક મેચ જોવા મળી, ગુજરાતને બેંગ્લૉરે 8 વિકેટે હરાવીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશાને જીવંત રાખી છે, તો વળી બીજુબાજુ ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ પ્લેઓફમાં પહોંચી ચૂક્યુ છે.


ગુજરાતની ઇનિંગમાં કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવાર શાનદાર ફોર્મમાં જોવા મળ્યો, તેને બેંગ્લૉર સામે તાબડતોડ ઇનિંગ રમતા 62 રનોની ઉપયોગી બેટિંગ કરી હતી. આ દરમિયાન તેને 3 છગ્ગા ફટકાર્યા હતા. પોતાની આ ઇનિંગની મદદથી હાર્દિકે પોતાના નામે એક ખાસ રેકોર્ડ કરી લીધો છે. તેને મહેન્દ્ર સિંહ ધોની અને કીરોન પોલાર્ડ સાથે જોડાયેલા એક લિસ્ટમાં જગ્યા મળી છે. હાર્દિક આઇપીએલની 20મી ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલામાં ચોથા નંબર પર પહોંચી ગયો છે. 


આઇપીએલમાં 20મી ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે, ધોનીએ છેલ્લી એવોરમાં અત્યાર સુધી 52 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે કીરોન પોલાર્ડ આ મામલામાં બીજા નંબર પર છે, તેને 33 છગ્ગા ફટકાર્યા છે. રવિન્દ્ર જાડેજા આ મામલામાં ત્રીજા નંબર પર છે તેને 26 છગ્ગા ફટકાર્યા છે. આ મામલામાં હાર્દિક, રોહિત શર્માને પાછળ પાડીને ચોથા નંબર પર પહોંચી ગયો છે, હાર્દિક પંડ્યાએ 25 અને રોહિત શર્માએ 23 છગ્ગા ફટકાર્યા છે.


આઇપીએલની 20મી ઓવરમા સૌથી વધુ છગ્ગા -
52 - મહેન્દ્ર સિંહ ધોની
33 - કીરોન પોલાર્ડ
26 - રવિન્દ્ર જાડેજા
25 - હાર્દિક પંડ્યા
23 - રોહિત શર્મા


આ પણ વાંચો.......... 


5G Testing : IIT મદ્રાસમાં 5Gનું સફળ પરીક્ષણ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વૉઇસ અને વીડિયો કૉલ કર્યો, જુઓ વિડીયો


Kidney Stones: દર્દીની કિડનીમાંથી ડોક્ટરે કાઢી 206 પથરી, 6 મહિનાથી પેટમાં દુખાવો હતો


જગદીશ ઠાકોરના હાર્દિક પટેલ પર પ્રહાર, કહ્યું- “જેલ જવાના ડરથી હાર્દિકે રાજીનામું આપ્યું”


Womens World Boxing Championships: નિકહત ઝરીને રચ્યો ઇતિહાસ, ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ


Assam Flood: આસામમાં પૂરના કારણે સ્થિતિ બેકાબૂ, લાખો લોકો થયા પ્રભાવિત


Rupee at All time Low: ઐતિહાસિક નીચી સપાટીએ ગબડ્યા બાદ બંધ થયો રૂપિયો, 5 દિવસથી ઘટાડાનો નવો રેકોર્ડ બન્યો