IPL Points Table 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ગુરુવારે રાત્રે રમાયેલી મેચ બાદ પૉઇન્ટ ટેબલમાં ટૉપ 4ની સ્થિતિ બદલાઇ છે, જીત સાથે જ RCBએ ટૉપ 4માં એન્ટ્રી કરી લીધી છે. બેંગ્લૉરની જીતથી દિલ્હી કેપિટલ્સને એક સ્થાનનુ નુકશાન વેઠવુ પડ્યુ છે. તે ચોથા નંબર પરથી ખસકીને પાંચમા નંબર પર પહોંચી ગઇ છે. 

RCBની જીતથી પંજાબ અને હૈદરાબાદની પ્લેઓફની આશા પર પાણી ફરી વળ્યુ છે. હવે આ બન્ને ટીમો પોતાની છેલ્લી મેચ જીતીને ટૉપ 4માં પણ નહીં આવી શકે. મુંબઇ, ચેન્નાઇ અને કોલકત્તા પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર નીકળી ગઇ છે. 

હાલમાં પૉઇન્ટ ટેબલમાં ગુજરાત ટાઇન્ટસ અને લખનઉ સુપર જાયન્ટ્સ એ બે ટીમો જ એવી છે જેને પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. બાકીની બે જગ્યા માટે હવે ત્રણ ટીમો વચ્ચે જંગ જામ્યો છે. હાલમાં બે સ્થાન માટે રાજસ્થાન, બેંગ્લૉર, અને દિલ્હી વચ્ચે રેસ જામી છે. 

IPL 2022 પૉઇન્ટ ટેબલ - 

ક્રમટીમમેચ રમીજીતહારનેટ રનરેટપૉઇન્ટ
1GT141040.31620
2LSG14950.25118
3RR13850.30416
4RCB1486-0.25316
5DC13760.25514
6KKR14680.14612
7PBKS1367-0.04312
8SRH1367-0.23012
9CSK1349-0.2068
10MI13310-0.5776

આ પણ વાંચો.......... 

5G Testing : IIT મદ્રાસમાં 5Gનું સફળ પરીક્ષણ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વૉઇસ અને વીડિયો કૉલ કર્યો, જુઓ વિડીયો

Kidney Stones: દર્દીની કિડનીમાંથી ડોક્ટરે કાઢી 206 પથરી, 6 મહિનાથી પેટમાં દુખાવો હતો

જગદીશ ઠાકોરના હાર્દિક પટેલ પર પ્રહાર, કહ્યું- “જેલ જવાના ડરથી હાર્દિકે રાજીનામું આપ્યું”

Womens World Boxing Championships: નિકહત ઝરીને રચ્યો ઇતિહાસ, ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

Assam Flood: આસામમાં પૂરના કારણે સ્થિતિ બેકાબૂ, લાખો લોકો થયા પ્રભાવિત

Rupee at All time Low: ઐતિહાસિક નીચી સપાટીએ ગબડ્યા બાદ બંધ થયો રૂપિયો, 5 દિવસથી ઘટાડાનો નવો રેકોર્ડ બન્યો