IPL 2022: સુરેશ રૈનાએ પ્રીતિ ઝિન્ટા પર કોમેન્ટ કરી તો ઈરફાન પઠાણ વિફર્યો, પછી શું થયું જુઓ વીડિયોમાં
આઈપીએલ મેગા ઓક્શનમાં સુરેશ રૈનાને કોઈ પણ ફ્રેન્ચાઈજીએ ખરીદ્યો નહોતો. ત્યાર બાદ રૈના કોમેંટેટર તરીકે આ સીઝનમાં ભાગ લઈ રહ્યો છે.
IPL 2022: આઈપીએલ મેગા ઓક્શનમાં સુરેશ રૈનાને કોઈ પણ ફ્રેન્ચાઈજીએ ખરીદ્યો નહોતો. ત્યાર બાદ રૈના કોમેંટેટર તરીકે આ સીઝનમાં ભાગ લઈ રહ્યો છે. એક લાંબી ક્રિકેટ કેરિયર બાદ સુરેશ રૈનાએ ક્રિકેટ એક્સપર્ટ તરીકે પોતાની કેરિયર શરુ કરી છે. હવે રૈના પોતાના જુના સાથીઓ કોમેન્ટ્રી બોક્સની સાથે-સાથે મેચ પહેલાં અને મેચ પછીના શોમાં નઝરે પડે છે. રૈનાની સાથે ઈરપાન પઠાન પણ લાંબા સમયથી આ રીતે દેખાઈ રહ્યો છે. ગઈકાલે કોલકાતા અને પંજાબની મેચના દિવસે આ બંને ખેલાડીઓ એક મેચ પહેલાના શોમાં ભાગ લઈ રહ્યા હતા.
પ્રીતિ ઝિન્ટા પર ટિપ્પણીઃ
મેચ પહેલાં બંનેની વાતચીત થઈ રહી હતી ત્યારે અચાનક સુરેશ રૈનાએ એવી કોમેન્ટ કરી કરી કે જેનાથી ઈરફાન પઠાણ થોડો નારાજ થયો હતો. બંને ખેલાડીઓ કોલકાતા અને પંજાબની ટીમો વિશે પોતાનું મંતવ્ય જણાવી રહ્યા હતા. ઈરફાન પઠાણની વાત પૂરી થયા બાદ સુરેશ રૈનાએ પંજાબ કિંગ્સની કો-ઓનર પ્રીતિ ઝિન્ટા વિશે ટિપ્પણી કરી હતી. ઈરફાન આ મેચમાં પંજાબને વધુ મજબૂત ગણાવી રહ્યો હતો અને પંજાબનું પલડું કોલકાતા સામે ભારે હોવાનું કહી રહ્યો હતો
When @IrfanPathan stumped everyone with his prank on @ImRaina! 😂
— Star Sports (@StarSportsIndia) April 1, 2022
Catch this #AprilFoolsDay special 👇, and for more of such fun, do not miss #Byjus #CricketLIVE:
Single matchdays: 6:30 PM | Double matchdays: 2:30 PM | Star Sports & Disney+Hotstar pic.twitter.com/j36YgSZjf0
ઈરફાને એપ્રિલ ફૂલ બનાવ્યાઃ
ઈરફાન પઠાણે આ વાત કર્યા બાદ સુરેશ રૈનાએ કટાક્ષ કર્યો કે, 'હા તમે તે ટીમ માટે રમ્યા છો અને પ્રીતિ ઝિન્ટા પણ તે ટીમની માલિક છે.' રૈનાની આ ટિપ્પણી બાદ ઈરફાન પઠાણે પણ તેને એપ્રિલ ફૂલ બનાવવાનું વિચારીને નારાજગી વ્યક્ત કરી હતી. અને તે સેટથી દૂર બેસી ગયો. જે બાદ સુરેશ રૈના તેને મનાવવા તેની પાસે જાય છે. પછી ઈરફાન સેટ પર પાછો આવ્યો હતો અને હસી પડ્યો હતો. આ હાસ્ય બાદ ઈરફાને એપ્રિલ ફૂલનો ઉલ્લેખ કર્યો. આ અવસરે એન્કરની સાથે સુરેશ રૈના પણ થોડા સમય માટે મુંજવણમાં મુકાઈ ગયો હતો. જો કે, સુરેશ રૈનાએ પણ ઈરફાનની આ ટિપ્પણીનો જવાબ આપ્યો અને કહ્યું, 'ના જૂઠ્ઠું બોલો, ના એપ્રિલ ફૂલ બનાવો, એક વૃક્ષ વાવો અને એપ્રિલ કૂલ કહો.'