નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ વચ્ચે જબરદસ્ત હાઇસ્કૉરિંગ મેચ રમાઇ, મેચમાં કેએલ રાહુલની લખનઉ સુપર જાયન્ટ્સે જીત નોંધાવી, જ્યારે જાડેજાની કેપ્ટનશીપ વાળી સીએસકેને આ સિઝનમાં બીજી વાર સતત હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ મેચનો એક જબરદસ્ત વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં સ્ટેડિયમમાં બેસેલી મહિલા ફેન્સ બૉલ વાગવાથી ઇજાગ્રસ્ત થયેલી દેખાઇ રહી છે.


યુવા બેટ્સમેન આયુષ બદાનીએ ફટકારી સિક્સ - 
ખરેખરમાં, મેચનો જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તે લખનઉની બેટિંગ વખતને છે, અને યુવા બેટ્સમેને આયુષ બદોનીની સિક્સરનો છે. મેચમાં લખનઉની ટીમને છેલ્લા 12 બોલમાં 34 રનની જરૂર હતી, અને તેની 6 વિકેટો પણ બાકી હતી. આવા સમયે ચેન્નાઈ ટીમના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ફાસ્ટ બોલર શિવમ દુબેને 19મી ઓવર ફેંકવા માટે બૉલ આપ્યો. બસ, આ જ ઓવરના પહેલા જ બોલ પર ક્રિઝ પર રહેલા આયુષ બદોનીએ સ્વીપ શોટ ફટકારતા ડીપ સ્ક્વેર લેગ પર લાંબી સિક્સર ફટકારી હતી.


મહિલા ફેનના માથામાં જઇને વાગ્યો બૉલ -
બદોનીની સિક્સ વાળો આ બોલ સીધો સ્ટેન્ડ પર ગયો અને મહિલા ફેન્સના માથા પર જઇને વાગ્યો હતો. કેમેરામાં આ દ્રસ્ય કેપ્ચર થઇ ગયુ, જેમાં દેખી શકાતુ હતુ કે બોલ માથામાં વાગ્યા બાદ મહિલા ફેન્સ માથું પકડીને બેસી ગઇ હતી. આ ઘટનાને લઇને કોમેન્ટેટર્સ પણ ડરી ગયા હતા, તે સમયે એવું પણ કહી રહ્યા હતા કે આશા છે કે મહિલાને વધારે ઈજા નથી થઈ. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાત છે કે બદોનીની સિક્સનો શિકાર બનેલી મહિલા ફેન્સ ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમને સપોર્ટ કરવા માટે ચીયર કરવા આવી હતી, મહિલા ફેન્સ પીળા કલરના કપડાં પહેરીને જાડેજાની ટીમને ચીયર કરી રહી હતી.






ઉલ્લેખનીય છે કે, મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમે 7 વિકેટે 210 રન બનાવ્યા હતા. મેચમાં રોબિન ઉથપ્પાએ 27 બોલમાં 50 અને શિવમ દુબેએ 30 બોલમાં 49 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમે 4 વિકેટ ગુમાવીને 211 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ માટે ક્વિન્ટન ડી કોકે 45 બોલમાં 61 અને એવિન લુઈસે 23 બોલમાં 55 રનની અણનમ ઈનિંગ રમી હતી. બદોનીએ 9 બોલમાં અણનમ 19 રન બનાવ્યા, જેમાં તેણે 2 સિક્સર ફટકારી.




આ પણ વાંચો...... 


આજથી આ 8 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, હવે નહીં મળે આ સરકારી સબસિડી, PF જમા પર લાગશે ટેક્સ


CNG-PNG Prices Hike: CNGના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે


LPG Cylinder hike: ગેસના બાટલામાં આજે એક જ ઝાટકો 250 રૂપિયાનો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે


પીએમ યોજના હેઠળ આધાર કાર્ડથી લોન આપવામાં આવે છે? જાણો મોદી સરકારે શું કહ્યું......


પુતિનનો મોટો દાંવ, હવે ગેસ ખરીદવા માટે યૂરોપિયન દેશો માટે જરૂરી કરી આ પેમેન્ટ સિસ્ટમ, જાણો વિગતે