(Source: ECI/ABP News/ABP Majha)
LSG vs MI, IPL 2023 Eliminator Live: મુંબઈ સામે લખનૌનો 82 રને કારમો પરાજય
લખનૌએ લીગ મેચમાં મુંબઈને 5 રનથી હરાવ્યું હતું. પરંતુ આ મેચમાં બંને ટીમો એકબીજાને ટક્કર આપતા જોવા મળી શકે છે. પોઈન્ટ ટેબલમાં લખનૌ ત્રીજા નંબરે અને મુંબઈ ચોથા નંબરે છે.
LIVE
Background
LSG vs MI IPL 2023 Eliminator Live : IPL2023ની એલિમિનેટર મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ નિર્ણાયક મેચમાં વિજેતા ટીમ બીજી ક્વોલિફાયર મેચ રમશે. બીજા ક્વોલિફાયરમાં તેનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. લખનૌએ લીગ મેચમાં મુંબઈને 5 રનથી હરાવ્યું હતું. પરંતુ આ મેચમાં બંને ટીમો એકબીજાને ટક્કર આપતા જોવા મળી શકે છે. પોઈન્ટ ટેબલમાં લખનૌ ત્રીજા નંબરે અને મુંબઈ ચોથા નંબરે છે.
મુંબઈ સામેની એલિમિનેટર મેચમાં કાયલ મેયર્સ લખનૌ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સ્ટોઇનિસે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તો બીજી બાજુ મુંબઈમાં એકથી વધુ ખેલાડીઓ છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ મુંબઈની આ સિઝનમાં શરૂઆત ખરાબ રહી હતી. ટિમ ડેવિડ અને કેમરન ગ્રીન મુંબઈ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ બંને ખેલાડીઓએ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. આજનો મુકાબલો ભારે રોમાંચક રહી શકે છે.
લખનૌનો 82 રને કારમો પરાજય
લખનૌનો કારમો પરાજય. માત્ર 101 રનમાં ખખડ્યું . 3.3 ઓવરમાં માત્ર 5 રન આપી 5 વિકેટ લઈ મઘવાલે સપાટો બોલાવ્યો.
લખનૌ લડખડ્યું
લખનૌનો રીતસરનો ધબડકો વળ્યો. 100 બોલમાં 9મી વિકેટ પડી. 13 બોલમાં 15 રન બનાવી હુડ્ડા આઉટ.
લખનૌનો ધબડકો
લખનૌનો ધબડકો. બિસ્નોઈ 6 બોલમાં 3 રન બનાવી આઉટ. લખનૌનો સ્કોર 14.3 ઓવરમાં 8 વિકેટે 100 રન.
લખનૌની વધુ એક વિકેટ
લખનૌને વધુ એક ઝાટકો. કૃષ્ણપ્પા ગૌતમ માત્ર 2 રન બનાવી થયો રન આઉટ.
મુંબઈને મોટી સફળતા
સ્ટોઈનિશ આઉટ. 27 બોલમાં 40 રન બનાવી સ્ટોઈનિશ થયો રન આઉટ.