LSG vs RCB Live Score: રોમાંચક મુકાબલામાં બેંગ્લુરુએ લખનૌને 18 રને હરાવ્યું
IPLમાં આજે લખનઉ અને બેંગ્લૉર વચ્ચે મુકાબલો છે. લખનઉ સુપર જાયન્ટ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે મેચમાં જંગ જામશે. બેંગ્લુરુએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
LIVE
Background
IPL 2023, Match 43, LSG vs RCB: IPLમાં આજે લખનઉ અને બેંગ્લૉર વચ્ચે મુકાબલો છે. લખનઉ સુપર જાયન્ટ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે મેચમાં જંગ જામશે. બેંગ્લુરુએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આજની મેચમાં લખનઉને હૉમ ગ્રાઉન્ડનો લાભ મળી શકે છે.
આઇપીએલની 16મી સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ પૉઈન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબર છે, તો વળી રૉયલ ચેલેન્જેર્સ બેંગ્લૉર આ વખતે પાંચમા નંબરે છે. આજે લખનઉની કમાન કેએલ રાહુલ સંભાળશે, તો બેંગ્લોરની આગેવાની આફ્રિકન સ્ટાર ફાક ડૂ પ્લેસીસ કરતો જોવા મળશે. પંજાબ કિંગ્સ સામે જીત્યા બાદ લખનઉ જીતનો સિલસિલો જાળવી રાખવા પ્રયાસ કરશે, તો વળી, બેંગ્લૉરની ટીમ આ સિઝનની પ્રથમ મેચમાં લખનઉ સામે મળેલી હારનો બદલો લેવા પુરેપુરી મહેનત કરશે.
આરસીબીએ લખનૌને હરાવ્યું
આરસીબીએ લખનૌને ઓછા સ્કોરિંગ મેચમાં હરાવ્યું છે. 127 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમ 108 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટૂર્નામેન્ટમાં RCBની પાંચમી જીત છે. આ જીત સાથે RCBએ પ્લેઓફ તરફ એક ડગલુ આગળ ભર્યું છે.
લખનઉની ટીમને જીત માટે 60 બોલમાં 64 રનની જરુર
10 ઓવર બાદ લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે 5 વિકેટ ગુમાવીને 63 રન બનાવ્યા છે. સ્ટોઈનિસ અને ક્રિશ્નપ્પા બંને હાલ મેદાન પર છે. લખનઉની ટીમને જીત માટે 60 બોલમાં 64 રનની જરુર છે.
લખનૌને પાંચમો ઝટકો
લખનૌને 38ના સ્કોર પર સાતમી ઓવરમાં પાંચમો ઝટકો લાગ્યો હતો. કર્ણ શર્માએ નિકોલસ પૂરનને મહિપાલ લોમરરના હાથે કેચ કરાવ્યો. તે સાત બોલમાં નવ રન બનાવી શક્યો હતો. નવ ઓવર પછી લખનૌનો સ્કોર પાંચ વિકેટે 53 રન છે.
બેંગ્લુરુએ 20 ઓવરમાં 126 રન બનાવ્યા
બેંગ્લુરુએ લખનૌ સામે 127 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગ્લોરની શરૂઆત સારી રહી હતી. કેપ્ટન ફાફ ડુપ્લેસીસ અને વિરાટ કોહલીએ પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી રવિ બિશ્નોઈએ તોડી હતી. કોહલીએ 30 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા.
વરસાદના કારણે મેચ રોકાઈ
લખનઉમાં વરસાદને કારણે મેચ રોકી દેવામાં આવી છે. પિચ કવરથી ઢંકાયેલી છે. વરસાદના કારણે મેચ બંધ થઈ ત્યાં સુધીમાં બેંગ્લોરે 15.2 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 93 રન બનાવી લીધા હતા.