શોધખોળ કરો

9 મેચમાં માત્ર 2 જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકે? જાણો આ સંપૂર્ણ સમીકરણ

IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્લેઓફનો રસ્તો કઠિન છે, જાણો 14 પોઈન્ટનું આખું સમીકરણ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મુંબઈ ઈન્ડિયન્સ 9 મેચમાં માત્ર 2 જીત સાથે 9મા સ્થાને.
  • પ્લેઓફમાં પહોંચવા મુંબઈએ બાકીની 5 મેચ જીતવી પડશે.
  • 5 જીત પછી પણ 14 પોઈન્ટ સાથે ક્વોલિફાય થવાની ગેરંટી નથી.
  • નેટ રન રેટ સુધારવા અને અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.

MI Playoff Scenario 2026: IPL 2026ની સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની હાલત અત્યારે ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. 9 મેચ રમી ચૂકેલી મુંબઈની ટીમ માત્ર 2 જ મેચ જીતી શકી છે અને પોઈન્ટ ટેબલમાં 9મા ક્રમે છે. હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓ હોવા છતાં ટીમ સતત સંઘર્ષ કરી રહી છે, જ્યારે ઈજાગ્રસ્ત રોહિત શર્મા બહાર બેસીને માત્ર નિરાશા જ જોઈ રહ્યો છે. હવે ચાહકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે, શું આટલા ખરાબ પ્રદર્શન પછી પણ મુંબઈ પ્લેઓફમાં પહોંચી શકશે? જો હા, તો તેનું ગણિત શું છે? ચાલો સમજીએ મુંબઈના પ્લેઓફમાં પહોંચવાનું આખું સમીકરણ.

પ્લેઓફમાં પહોંચવા મુંબઈએ શું કરવું પડશે?

મુંબઈ ઈન્ડિયન્સે લીગ સ્ટેજમાં અત્યાર સુધી 9 મેચ રમી છે, જેમાંથી માત્ર 2 જીત સાથે તેમની પાસે અત્યારે 4 પોઈન્ટ છે. હવે લીગ સ્ટેજમાં તેમની 5 મેચ બાકી છે. જો મુંબઈને પ્લેઓફની રેસમાં ટકી રહેવું હોય, તો તેણે આ બાકીની 5 માંથી 5 મેચ ફરજિયાત જીતવી જ પડશે. જો ટીમ આમ કરવામાં સફળ રહેશે, તો તેના કુલ 14 પોઈન્ટ થઈ જશે.

14 પોઈન્ટથી પણ ક્વોલિફાય થવાની ગેરંટી નથી

જોકે, ખરી વાત તો એ છે કે સતત 5 મેચ જીત્યા પછી પણ મુંબઈની મુશ્કેલીઓનો અંત નહીં આવે. 14 પોઈન્ટ મેળવી લેવા એનો અર્થ એ નથી કે પ્લેઓફની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ. તમને યાદ હોય તો, ગત સિઝનમાં 15 પોઈન્ટ હોવા છતાં દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ હતી. જોકે, આનો અર્થ એ પણ નથી કે 14 પોઈન્ટ સાથે મુંબઈ ચોક્કસ બહાર જ થઈ જશે. સાચું સમીકરણ એ છે કે બાકીની 5 મેચ જીત્યા પછી પણ મુંબઈએ અન્ય ટીમોની મેચોના પરિણામો પર આધાર રાખવો પડશે.

MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી

નેટ રન રેટ (NRR) ની ભૂમિકા રહેશે સૌથી મોટી

અત્યારે મુંબઈ પાસે માત્ર 4 પોઈન્ટ છે અને તેમનો નેટ રન રેટ (NRR) -0.803 છે, જે ઘણો નબળો કહી શકાય. 14 પોઈન્ટ સુધી પહોંચવા માટે બધી મેચ જીતવાની સાથે-સાથે તેમણે એ પણ ધ્યાન રાખવું પડશે કે તેમનો રન રેટ બાકીની ટીમો કરતા સારો રહે.

જો મુંબઈ હવે 1 પણ મેચ હારશે, તો તેઓ વધુમાં વધુ 12 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. છેલ્લે 2019ની સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) 12 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહ્યું હતું. પણ ત્યારે લીગમાં માત્ર 8 ટીમો જ રમતી હતી, જ્યારે હવે 10 ટીમો છે. આથી, 10 ટીમોની આ લીગમાં માત્ર 12 પોઈન્ટ સાથે ક્વોલિફાય થવું મુંબઈ માટે લગભગ અશક્ય જ છે.

IPL 2027 માં આ 3 મોટી ટીમોના બદલાશે કેપ્ટન? સતત ખરાબ પ્રદર્શનથી મેનેજમેન્ટ ટેન્શનમાં!

Frequently Asked Questions

IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની પ્લેઓફમાં પહોંચવાની શું શક્યતાઓ છે?

MI એ બાકીની 5માંથી 5 મેચ જીતવી પડશે જેથી તેના 14 પોઈન્ટ થાય. જોકે, 14 પોઈન્ટથી પણ પ્લેઓફની ગેરંટી નથી અને અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે.

MI ને પ્લેઓફમાં પહોંચવા માટે કેટલા પોઈન્ટની જરૂર પડશે?

MI એ બાકીની 5 મેચ જીતીને કુલ 14 પોઈન્ટ સુધી પહોંચવું પડશે. પરંતુ, 14 પોઈન્ટ સાથે પણ પ્લેઓફની ટિકિટ કન્ફર્મ ન પણ થાય.

MI નો નેટ રન રેટ (NRR) પ્લેઓફની રેસમાં કેટલો મહત્વનો છે?

MI નો વર્તમાન NRR -0.803 છે, જે નબળો છે. પ્લેઓફમાં પહોંચવા માટે, MI ને બધી મેચો જીતવાની સાથે પોતાનો NRR સુધારવો પડશે.

જો MI એક પણ મેચ હારી જાય તો શું પરિણામ આવી શકે છે?

જો MI એક પણ મેચ હારી જાય, તો તે વધુમાં વધુ 12 પોઈન્ટ સુધી પહોંચી શકશે. 10 ટીમોની લીગમાં 12 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય છે.

ટોપ સ્ટોરી

IPL 2027: ગાંગુલી અને યુવરાજ સિંહનો મોટો નિર્ણય, DC આ 6 સ્ટાર ખેલાડીઓને કરશે રિલીઝ!
IPL 2027: ગાંગુલી અને યુવરાજ સિંહનો મોટો નિર્ણય, DC આ 6 સ્ટાર ખેલાડીઓને કરશે રિલીઝ!
IPL 2027: ચેન્નાઈ સુપર કિંગ્સને મળ્યો નવો કોચ, ઝહીર ખાન સાથે આ દિગ્ગજ સંભાળશે કમાન
IPL 2027: ચેન્નાઈ સુપર કિંગ્સને મળ્યો નવો કોચ, ઝહીર ખાન સાથે આ દિગ્ગજ સંભાળશે કમાન
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
IPL 2027: કીરોન પોલાર્ડ બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો હેડ કૉચ, MIએ કર્યું એલાન
IPL 2027: કીરોન પોલાર્ડ બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો હેડ કૉચ, MIએ કર્યું એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 

Embed widget