શોધખોળ કરો

IPL 2027 માં આ 3 મોટી ટીમોના બદલાશે કેપ્ટન? સતત ખરાબ પ્રદર્શનથી મેનેજમેન્ટ ટેન્શનમાં!

મુંબઈ ઈન્ડિયન્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ખરાબ હાલત; હાર્દિક પંડ્યા, ઋષભ પંત અને અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ પર લટકતી તલવાર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IPL 2027: MI, LSG, KKR માં કેપ્ટન બદલાવની શક્યતા.
  • હાર્દિક પંડ્યા, ઋષભ પંત, રહાણેના નબળા પ્રદર્શન પર પ્રશ્નો.
  • MI, LSG, KKR ના ખરાબ પરિણામોને કારણે ફ્રેન્ચાઈઝી નિર્ણય લેશે.
  • આ ટીમો આગામી સિઝન માટે નવા સુકાની મેદાનમાં ઉતારી શકે.

IPL 2027 Captain Change: IPL 2026 ની સીઝન ધીમે ધીમે તેના અંત તરફ આગળ વધી રહી છે અને પોઈન્ટ ટેબલ પરથી ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે કે કઈ ટીમો પ્લેઓફમાં જશે અને કોની સફર પૂરી થશે. આ સીઝનમાં કેટલીક મોટી ટીમોનું પ્રદર્શન સાવ નિરાશાજનક રહ્યું છે, અને તેનું મુખ્ય કારણ નબળી કેપ્ટનશીપ માનવામાં આવી રહ્યું છે. ખરાબ પ્રદર્શન અને સતત હારનો સામનો કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ (MI), લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) જેવી મોટી ટીમો અત્યારે ભારે મુશ્કેલીમાં છે. એવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે કે આ ફ્લોપ શો પછી ફ્રેન્ચાઈઝી માલિકો આકરા નિર્ણયો લઈ શકે છે અને IPL 2027 ની આગામી સીઝનમાં આ ત્રણેય ટીમોના કેપ્ટન બદલાઈ શકે છે. ચાલો જાણીએ આ 3 ટીમોની હાલત કેમ ખરાબ છે.

મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને હાર્દિક પંડ્યા

મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટે 2024 માં રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો, પણ આ દાવ ઊંધો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. 2024 માં ટીમ પોઈન્ટ ટેબલમાં સાવ તળિયે રહી હતી. 2025 માં મુંબઈ પ્લેઓફ સુધી પહોંચ્યું ખરું, પણ કોઈ ખાસ કમાલ ન કરી શક્યું. હવે 2026 માં પણ પ્લેઓફમાં પહોંચવાના રસ્તા મુશ્કેલ દેખાઈ રહ્યા છે. હાર્દિક પંડ્યા સતત ફેન્સ અને ક્રિટિક્સના નિશાના પર છે. તેનું પોતાનું વ્યક્તિગત પ્રદર્શન પણ સાવ નબળું રહ્યું છે. જો આ વર્ષે ટીમ પ્લેઓફમાં નહીં પહોંચે, તો હાર્દિકની કેપ્ટનશીપ હેઠળ ટાઈટલ ન જીતવાની આ સતત 3 જી સીઝન હશે. આ બધી બાબતોને જોતા MI મેનેજમેન્ટ 2027 માટે નવો કેપ્ટન શોધવા મજબૂર થઈ શકે છે.

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ઋષભ પંત

IPL 2025 ના મેગા ઓક્શનમાં લખનૌના માલિક સંજીવ ગોયન્કાએ ઋષભ પંતને 27 કરોડ રૂપિયાની તોતિંગ રકમ આપીને ખરીદ્યો હતો અને કેપ્ટન બનાવ્યો હતો. પણ આ નિર્ણય હાલમાં ફ્લોપ જઈ રહ્યો છે. IPL 2025 માં LSG પોઈન્ટ ટેબલમાં 7 માં સ્થાને રહી હતી અને હવે 2026 માં તો ટીમની હાલત એટલી કફોડી છે કે તે 8 મેચમાંથી માત્ર 4 પોઈન્ટ સાથે સીધી છેલ્લા સ્થાને ધકેલાઈ ગઈ છે. પંતની હાલત પણ અત્યારે મુંબઈમાં હાર્દિક પંડ્યા જેવી જ થઈ ગઈ છે. બેટિંગમાં પણ પંત કોઈ જાદુ નથી બતાવી શક્યો; તેણે 2025 અને 2026 ની સીઝનમાં રમેલી 22 મેચોમાં માત્ર 458 રન જ બનાવ્યા છે. આ કંગાળ પ્રદર્શન જોતા લખનૌ પણ 2027 માં નવો કેપ્ટન મેદાનમાં ઉતારે તો કોઈ નવાઈ નહીં.

વૈભવ સૂર્યવંશીના બેટમાં ખરેખર AI ચિપ છે? વિવાદ પર રાજસ્થાનના ઓપનરે આપ્યો જવાબ

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને અજિંક્ય રહાણે

ગઈ સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવવા સિવાય કોઈ ખાસ વિકલ્પ બચ્યો ન હતો. 2025 ની સીઝનમાં રહાણેએ બેટિંગમાં થોડું સારું પ્રદર્શન કરતા 390 રન બનાવ્યા હતા. પરંતુ, IPL 2026 માં તેના પોતાના ફોર્મમાં મોટો ઘટાડો આવ્યો છે અને ટીમની હાલત પણ અગાઉના જેવી જ કફોડી છે. એ વાત સાચી કે KKR ના 3 મુખ્ય ફાસ્ટ બોલરોની ગેરહાજરીથી ટીમને મોટો ફટકો પડ્યો છે, પરંતુ 2026 ની સીઝનની શરૂઆતની 6 મેચોમાં સતત એકપણ જીત મેળવવામાં નિષ્ફળ રહેતા રહાણેની કેપ્ટનશીપ પર મોટા સવાલો ઉભા થયા છે. જોકે, કોલકાતાએ ત્યારપછી સળંગ 2 મેચો જીતીને થોડું કમબેક કર્યું છે, છતાં મેનેજમેન્ટ આવતા વર્ષે સુકાન અન્ય કોઈ ખેલાડીને સોંપવાનો વિચાર ચોક્કસ કરી શકે છે.

કિંગ કોહલીનો વધુ એક કીર્તિમાન: IPL ના ઈતિહાસમાં રચ્યો આ મહારેકોર્ડ, બન્યો દુનિયાનો પ્રથમ ખેલાડી

Frequently Asked Questions

IPL 2027 માં કઈ ટીમોના કેપ્ટન બદલાઈ શકે છે?

IPL 2026 ના નબળા પ્રદર્શનને કારણે મુંબઈ ઈન્ડિયન્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ જેવી ટીમો 2027 માં નવા કેપ્ટન લાવી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ (MI) માં કેપ્ટન બદલવાનું કારણ શું હોઈ શકે?

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ સતત નબળું પ્રદર્શન અને ટાઇટલ જીતવામાં નિષ્ફળતા MI ને 2027 માટે નવો કેપ્ટન શોધવા મજબૂર કરી શકે છે.

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના કેપ્ટન ઋષભ પંત પર શા માટે સવાલો ઉભા થયા છે?

ઋષભ પંતને મોંઘી રકમ આપીને ખરીદ્યા છતાં LSG નું પ્રદર્શન નબળું રહ્યું છે. તેના બેટિંગ પ્રદર્શનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના કેપ્ટન અજિંક્ય રહાણેના પ્રદર્શન કેવું રહ્યું છે?

IPL 2026 માં અજિંક્ય રહાણેના બેટિંગ ફોર્મમાં ઘટાડો થયો છે અને ટીમે શરૂઆતની મેચોમાં જીત મેળવી નથી, જેનાથી તેની કેપ્ટનશીપ પર પ્રશ્નો ઉભા થયા છે.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget