MI vs RCB: મુંબઈને સતત મળી રહેલી હાર બાદ આ દિગ્ગજ ક્રિકેટર જીતનો મંત્ર આપવા મેદાનમાં આવ્યો
આજના દિવસની બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે યોજાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે પ્રથમ બોલિંગ પસંદ કરી હતી.
IPL 2022: આજના દિવસની બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે યોજાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની ટીમના ઓપનર બેટ્સમેન ઈશાન કિશન અને કેપ્ટન રોહિત શર્માએ શાનદાર શરુઆત કરી હતી. રોહિત શર્માએ 15 બોલમાં 26 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીની સીઝનમાં મુંબઈએ 3 મેચ રમી છે અને તેને ત્રણેય મેચમાં હાર મળી છે.
સચિને આપ્યો જીતનો મંત્રઃ
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ સિઝનમાં અત્યાર સુધી 3 મેચ રમી છે અને ત્રણેય મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ આજની મેચ શરુ થઈ તે પહેલાં મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડૂલકર MIના ખેલાડીઓને માર્ગદર્શન આપવા માટે મેદાનમાં આવ્યા હતા. સતત મળતી હાર બાદ આજની મેચમાં સફળતા મળે તે માટે સચિને જીતનો મંત્ર આપ્યો હતો. મુંબઈના ખેલાડીઓને માર્ગદર્શન આપવા આવેલા સચિન તેંડૂલકરે સ્ટેડિયમમાં હાજર દર્શકો અને ટીવી પર મેચ જોતા દર્શકોનું ધ્યાન પણ ખેંચ્યું હતું.
You know this match is super important for MI when Sachin is addressing the team huddle. #RCBvMI pic.twitter.com/HzBZeBi0LS
— Aditya (@Adityakrsaha) April 9, 2022
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ 11: આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ટોસ હાર્યું હતું. આજની મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો પ્લેઈંગ 11 આ પ્રમાણે છે - રોહિત શર્મા, ઈશાન કિશન, ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કિરોન પોલાર્ડ, રમનદીપ સિંહ, મુરુગન અશ્વિન, જયદેવ ઉનડકટ, જસપ્રિત બુમરાહ, બાસિલ થમ્પી.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઈંગ 11: આજની મેચનો ટોસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીત્યો હતો. આજની મેચ માટે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમનો પ્લેઈંગ 11 આ પ્રમાણે છે - ફાફ ડુ પ્લેસિસ, અનુજ રાવત, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરાંગા, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.