IPL 2022: એક ઈનિંગમાં આ બોલરો એવા ધોવાયા કે બન્યા રેકોર્ડ, જુઓ સૌથી વધુ રન આપનાર ટોપ 5 બોલર
જો બોલરનો દિવસ સારો ન હોય તો તે એવો ધોવાય છે કે રેકોર્ડ બની જાય છે. આજે અમે તમને એવા બોલરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે એક ઇનિંગમાં સૌથી વધુ રન આપ્યાનો રેકોર્ડ બનાવ્યો છે.
![IPL 2022: એક ઈનિંગમાં આ બોલરો એવા ધોવાયા કે બન્યા રેકોર્ડ, જુઓ સૌથી વધુ રન આપનાર ટોપ 5 બોલર Most Runs Conceded By A Bowler In An IPL Innings See List Of Five Bowlers IPL 2022: એક ઈનિંગમાં આ બોલરો એવા ધોવાયા કે બન્યા રેકોર્ડ, જુઓ સૌથી વધુ રન આપનાર ટોપ 5 બોલર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/28/a8781d09894abc24bdec01ea70502f49_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Indian Premier League 2022માં બેટ્સમેનોમાં મોટા શોટ ફટકારવાની સ્પર્ધા ચાલી રહી છે. આ સ્થિતિમાં તે ઘણી વખત નવી-નવી રીતે રન બનાવવાનો પ્રયાસ કરે છે. બેટ્સમેનોનો આ પ્રયાસ બોલરોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે. જો બોલરનો દિવસ સારો ન હોય તો તે એવો ધોવાય છે કે રેકોર્ડ બની જાય છે. આજે અમે તમને એવા બોલરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે એક ઇનિંગમાં સૌથી વધુ રન આપ્યાનો રેકોર્ડ બનાવ્યો છે.
બેસિલ થમ્પીએ 70 રન આપ્યાઃ
સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર બાસિલ થમ્પીએ RCB સામેની ઇનિંગમાં 70 રન આપ્યા હતા. આ મેચમાં આરસીબીની શરૂઆત ખાસ રહી ન હતી. 38 રનની અંદર ટીમની 2 વિકેટ પડી ગઈ હતી. આ પછી મિસ્ટર 360 એબી ડી વિલિયર્સ, મોઈન અલી અને કોલિન ડી ગ્રાન્ડહોમે વિસ્ફોટક ઇનિંગ્સ રમી અને SRHને બેક ફૂટ પર લાવી દીધું હતું. ત્રણેય બેટ્સમેનોએ થમ્પીને નિશાન બનાવીને રન બનાવવાની શરૂઆત કરી હતી. આ મેચમાં RCBએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા અને 14 રનથી મેચ જીતી લીધી હતી.
ઈશાંત શર્માએ 66 રન આપ્યાઃ
IPL 2013માં હૈદરાબાદના ઈશાંત શર્માને ખુબ માર પડી હતી. તેણે તેના ક્વોટાની 4 ઓવરમાં 66 રન આપ્યા હતા. ચેન્નાઈ સામેની મેચમાં ઈશાંત એકદમ નિસ્તેજ દેખાઈ રહ્યો હતો. CSKના બેટ્સમેનોએ તેને જોરદાર રીતે ફટકાર્યો હતો. આ મેચમાં ચેન્નાઈએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 223 રન બનાવ્યા હતા. સુરેશ રૈનાએ 52 બોલમાં 99 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 11 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. હૈદરાબાદ આ મેચમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 146 રન જ બનાવી શક્યું અને 77 રનથી મેચ હારી ગયું હતું.
મુજીબઉર રહેમાન ધોવાયોઃ
IPL 2019માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં SRHના બેટ્સમેનોએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે 56 બોલમાં 81 રન બનાવ્યા હતા. આ મેચમાં પંજાબના મુજીબ ઉર રહેમાનને નિશાન બનાવવામાં આવ્યો હતો. રહેમાને તેની 4 ઓવરમાં 66 રન આપ્યા હતા, જે તે સિઝનમાં એક રેકોર્ડ હતો. હૈદરાબાદે આ મેચ 45 રનથી જીતી લીધી હતી. 213 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમ 8 વિકેટના નુકસાને 167 રન જ બનાવી શકી હતી.
ઉમેશ-સંદીપે 65 રન આપ્યા છે
આ બોલરો સિવાય ઉમેશ યાદવ અને સંદીપ શર્માના નામે એક ઇનિંગમાં 65 રન આપવાનો રેકોર્ડ છે. ઉમેશે દિલ્હી તરફથી રમતા આરસીબી સામે આ શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. 2014માં પંજાબના સંદીપ શર્માએ હૈદરાબાદ સામે 65 રન આપીને 1 વિકેટ લીધી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)