શોધખોળ કરો

IPL 2025: પ્રિયાંશ આર્યએ 39 બોલમાં ફટકારી IPLની પાંચમી સૌથી ઝડપી સદી, ફટકારી 9 સિક્સ

24 વર્ષીય પ્રિયાંશ આર્યએ સદી ફટકારીને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા

Punjab Kings vs Chennai Super Kings, IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) માં મંગળવારે પંજાબ કિંગ્સ (PBKS) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાયેલી મેચમાં પ્રિયાંશ આર્યએ તોફાની બેટિંગ કરી હતી. પ્રિયાંશે માત્ર 39 બોલમાં સદી ફટકારી હતી. પ્રિયાંશે પોતાની ઇનિંગમાં 9 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.

પાંચમી સૌથી ઝડપી IPL સદી ફટકારી

24 વર્ષીય પ્રિયાંશ આર્યએ સદી ફટકારીને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. આઇપીએલમાં સૌથી ઝડપી સદી (બોલની દ્રષ્ટિએ) ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં તે સંયુક્ત રીતે ચોથા ક્રમે છે. આ યાદીમાં ટોચ પર ક્રિસ ગેઇલ છે જેણે 2013માં માત્ર 30 બોલમાં સદી ફટકારી હતી.

30 બોલ - ક્રિસ ગેલ (આરસીબી) 2013

37 બોલ - યુસુફ પઠાણ (આરઆર) 2010

38 બોલ - ડેવિડ મિલર (KXIP) 2013

39 બોલ - ટ્રેવિસ હેડ (SRH) 2024

39 બોલ - પ્રિયાંશ આર્ય 2025*

આ અનકેપ્ડ ખેલાડીઓએ આઇપીએલમાં અત્યાર સુધી ફટકારી છે સદી

શોન માર્શ 2008

મનીષ પાંડે 2009

પોલ વાલ્થાટી 2009

દેવદત્ત પડિક્કલ 2021

રજત પાટીદાર 2022

યશસ્વી જયસ્વાલ 2022

પ્રભસિમરન સિંહ 2023

પ્રિયાંશ આર્ય 2025*

પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 18 રનથી હરાવ્યું. આ મેચમાં પણ એમએસ ધોની ચેન્નઈને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો છે. પહેલા બેટિંગ કરતા પંજાબે 219 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેમાં સૌથી મોટો ફાળો પ્રિયાંશ આર્યની 103 રનની સદીનો હતો. મોટા લક્ષ્યના જવાબમાં, ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ફક્ત 201 રન બનાવી શકી અને 18 રનથી મેચ હારી ગઈ હતી.

ચેન્નઈ સુપર કિંગ્સને 220 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જેના જવાબમાં રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવેએ CSKને મજબૂત શરૂઆત અપાવી હતી. રવિન્દ્રએ 36 રન કર્યા અને કોનવે સાથે 61 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ માત્ર 1 રન કરીને આઉટ થઈ ગયા, જેના કારણે ચેન્નઈ મુશ્કેલીમાં મુકાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું.

આ પછી ડેવોન કોનવે અને શિવમ દુબેએ બાજી સંભાળી અને તેમની વચ્ચે 89 રનની ભાગીદારી થઈ. પરંતુ જ્યારે ચેન્નાઈને રન રેટ વધારવાની જરૂર હતી, ત્યારે શિવમ દુબે 16મી ઓવરમાં 42 રનના સ્કોર પર આઉટ થઈ ગયો. દુબે એવા સમયે આઉટ થયો જ્યારે ચેન્નઈને જીત માટે 25 બોલમાં 69 રનની જરૂર હતી. કોનવે 69 રનના સ્કોર પર રિટાયર્ડ આઉટ થયો, તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવ્યો. CSKનો આ નિર્ણય કદાચ મોડો આવ્યો, જે આખરે તેની હારનું કારણ બન્યો. પરિસ્થિતિ એવી હતી કે ચેન્નઈને છેલ્લી 3 ઓવરમાં 59 રનની જરૂર હતી અને જરૂરી રન રેટ ઘણો ઊંચો થઈ ગયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget